Top Stories
એલર્ટ: ગુલાબ વાવાઝોડા બાદ હવે જવાદ વાવાઝોડું, વરસાદ, ગુજરાતમાં કેટલી અસર? ક્યારે?

એલર્ટ: ગુલાબ વાવાઝોડા બાદ હવે જવાદ વાવાઝોડું, વરસાદ, ગુજરાતમાં કેટલી અસર? ક્યારે?

બંગાળની ખાડીમાં ફરી એક બખત વાવાઝોડું સર્જાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનાના અંતથી સતત ચોમાસાની સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી ઉપર તોફાન સર્જાવાની પ્રક્રિયા શનિવારે શરૂ થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં ફરી એક વખત ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ ચક્રવાતી તોફાનનું નામ જવાદ રાખવામાં આવ્યું છે.

જવાદ વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર
બંગાળની ખાડીમાંથી આવતું જવાદ વાવાઝોડું ભારતના ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રને અસર કરશે, જ્યારે દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબને પણ આ વાવાઝોડાની અસર થઈ શકે છે. સ્કાયમેટ વેધર મુજબ, આ તોફાન ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના પ્રદેશમાં સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન તે લો પ્રેસર બનવાની સંભાવના છે. ત્યાર પછી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ આગળ વધવાની સંભાવના છે.

જવાદ વાવાઝોડાંની અસર ક્યાં-ક્યાં થશે?
વેધર એનાલિસ્ટ અંકિત પટેલ જણાવે છે કે,“બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનશે, પરંતુ તે કેટલું મજબૂત બને છે તે જોવું પણ જરૂરી છે. તે દેશના પૂર્વ બાજુનાં રાજ્યો અને મધ્ય તેમજ ઉત્તર ભાગને અસર કરી શકે છે. હાલની સંભાવના પ્રમાણે ઓડિશાની આસપાસ થઈને ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફનો ટ્રેક રહે તેવી શક્યતા છે.”

શું જવાદ વાવાઝોડું ગુજરાત પર અસર કરશે?
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના વડા ડૉ. મનોજ લુણાગરિયા જણાવે છે કે, "જો બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તો તે ગુજરાતને અસર કરે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. ગુલાબ વાવાઝોડામાં જે બન્યું તે રેર બાબત છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે તો પૂર્વનાં રાજ્યો પ્રભાવિત થશે."

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12-14 ઓક્ટોબર દરમિયાન કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ભારતમાં ચોમાસાની સ્થિતિ વિશે વિગતો આપતાં IMD એ તેની આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 5 દિવસો દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ અને મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે.