Jioના આકર્ષક વાર્ષિક પ્લાન, માત્ર એક જ વખત કરાવો રિચાર્જ મેળવો આખા વર્ષની વેલિડિટી

Jioના આકર્ષક વાર્ષિક પ્લાન, માત્ર એક જ વખત કરાવો રિચાર્જ મેળવો આખા વર્ષની વેલિડિટી

રિલાયન્સ જિયો ગ્રાહકોને સસ્તું પ્લાન ઓફર કરવાનું ચાલુ રાખે છે. જો તમે પણ એવો પ્લાન ખરીદવા માગો છો જેમાં તમારે દર મહિને રિચાર્જ ન કરાવવું પડે અને તમને એક વર્ષ માટે વેલિડિટી મળે, તો અહીં અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાન્સમાં તમને આખા વર્ષ માટે 365 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન મળશે એટલે કે 200 રૂપિયાથી ઓછા મહિનામાં 365 દિવસ.

Jio નો 2399 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના રૂ. 2399ના પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં 730GB ડેટા મળશે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો તમે તેને માસિક રિચાર્જ તરીકે જુઓ તો એક રીતે તમે દર મહિને લગભગ 200 રૂપિયા ખર્ચ કરશો. અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઉપલબ્ધ છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. સાથે જ jio એપ્સનો ફ્રી એક્સેસ પણ મળશે.

આ પણ વાંચો: વોટર આઈડી પર ચૂંટણી પંચની મોટી જાહેરાત, તમે પણ જાણી લો આ જરૂરી સૂચના

Jio રૂ 899 નો પ્લાન
Jioના રૂ 899ના પ્લાનમાં એક વર્ષની વેલિડિટી ઉપલબ્ધ છે પરંતુ આ પ્લાન Jio ફોન યુઝર્સ માટે છે. તેની વેલિડિટી 336 દિવસ છે. તેમાં 24 જીબી ડેટા મળે છે. આ ખૂબ જ સસ્તો પ્લાન છે. આમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ, SMS સેવા ઉપલબ્ધ છે. આ સાથે જિયો આ પ્લાનમાં ગ્રાહકોને Jio સિનેમા, Jio સિક્યુરિટી અને Jio TVનું સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે.

આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં કેટલો વરસાદ? અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી

એરટેલ રૂ 2999 નો પ્લાન
એરટેલના 1498 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો તમે તેને માસિક રિચાર્જ તરીકે જુઓ તો એક રીતે તમે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરશો. હાઈ સ્પીડ ડેટા ખતમ થઈ ગયા પછી મોબાઈલ ડેટા 64kbpsની સ્પીડે ચાલે છે. અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઉપલબ્ધ છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. એરટેલના પ્લાનમાં અમર્યાદિત ડાઉનલોડ્સ સાથે Xstream એપ પ્રીમિયમ, ફ્રી હેલો ટ્યુન, વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન મળશે.