ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી ગયું છે. અમુક જગ્યાએ ફ્કત ઝાપટાઓ વરસી રહ્યા છે ત્યારે મોટા ભાગના જીલ્લામાં બફારો યથાવત છે. એવામાં જાણીતા હવામાન આગાહી કાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ આશ્લેષા નક્ષત્રમાં શરૂ થશે.
આ પણ વાંચો: હવે બદલાશે બેન્ક ઓફ બરોડાના નિયમો, 1 ઓગસ્ટથી પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત
આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 2 થી 4 ઓગસ્ટમાં વરસાદના નવા રાઉન્ડની શરુઆત થશે. 4 થી 10 ઓગસ્ટ સુધીમાં આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: સામાન્ય માણસના ખિસ્સા પર થશે સીધી અસર! 1લી ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો
જો કે 4 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 3-8-2022 ના રોજ થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે. આ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ 9 વાગીને 39 મિનિટે થશે. આશ્લેષા નક્ષત્ર માં સૂર્ય પ્રવેશ બુધવારે કરશે