Top Stories
બેંક ઓફ બરોડામાં 10 પાસ માટે નોકરીની તક, પગાર મહિને 37000 રૂપિયાથી વધારે

બેંક ઓફ બરોડામાં 10 પાસ માટે નોકરીની તક, પગાર મહિને 37000 રૂપિયાથી વધારે

જો તમે બેંકમાં નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી બની શકે છે. બેંક ઓફ બરોડા (BOB) એ સમગ્ર દેશમાં અલગ- અલગ રાજ્યો માટે ઑફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની 500 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો ઑફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે 2025 છે. આ ભરતી માટે એ ઉમેદવાર અરજી કરી શકે છે જેમણે ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કર્યું હોય. ઉપરાંત, ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે. તેમજ ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જોકે SC/ST ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કરતાં પહેલા સંપૂર્ણ નોટિફિકેશન વાંચવી ખૂબ જરૂરી છે.

ઓનલાઇન પરીક્ષા

સામાન્ય જ્ઞાન, ગણિત, તર્કશક્તિ અને મૂળભૂત અંગ્રેજી વિષય આવરી લેવામાં આવશે.
પરીક્ષાનું સ્તર 10માં ધોરણ પર આધારિત હશે.
MCQ આધારિત પ્રશ્નપત્ર હશે.
ભાષા પરીક્ષા

પસંદગી થયેલા ઉમેદવારની સ્થાનિક ભાષા (જેમ કે ગુજરાતી) પર પકડ ચકાસવામાં આવશે.
લેખન અને વાચન બંને આવશ્યક છે.
કેટલો મળશે પગાર?

માહિતી અનુસાર, પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 19,500 થી 37,815 સુધીનો મહિને પગાર મળશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને સ્થાનિક ભાષાની પરીક્ષાના આધારે કરવામાં આવશે. અરજી માટે સામાન્ય ઉમેદવારોને 600 રૂપિયા ફી ભરવી પડશે, જયારે SC/ST/મહિલા/PwBD/પૂર્વ સૈનિક ઉમેદવારો માટે ફી માત્ર 100 રૂપિયા રહેશે.

કેવી રીતે કરશો અરજી?

સૌ પ્રથમ www.bankofbaroda.in પર જાઓ.
"Careers" વિભાગમાં જઈ "Current Opportunities" ક્લિક કરો.
'Recruitment for Office Assistant (Peon)' લિંક શોધો.
"Apply Online" બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે 10મું પાસ પ્રમાણપત્ર, ઓળખપત્ર, ફોટો, હસ્તાક્ષર વગેરે અપલોડ કરો.
ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
તમારી અરજીની પ્રિન્ટ આઉટ રાખવી યાદ રાખો.
19 લાખની આવક પર નહીં ભરવો પડે એક પણ રૂપિયાનો ઈન્કમ ટેક્સ! જાણો કેવી રીતે

મદદ માટે સંપર્ક કરો:

Bank of Baroda Helpline: 1800 102 4455
અધિકૃત ઈમેલ: recruitment@bankofbaroda.in (સપોર્ટ માટે)