Gold Price: સોનું ખરીદવું હવે સામાન્ય માણસની પહોંચની બહાર છે. મજબૂત માંગ વચ્ચે સટોડિયાઓ દ્વારા નવી ખરીદીને કારણે, બુધવારે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 36 વધીને રૂ. 62,203 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાના એક તોલાનો ભાવ 64,135 રૂપિયા બોલાઈ રહ્યા છે.
ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ મહિનામાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત 36 રૂપિયા અથવા 0.06 ટકા વધીને 62,203 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આમાં 13,491 લોટનો વેપાર થયો હતો.
5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે સોનાના વાયદાના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.01 ટકા વધીને $2,040 પ્રતિ ઔંસ થયું હતું.