હવે છત્રી રેઇન કોટ સાથે લઈને નીકળજો, આજથી ભારે વરસાદની આગાહી, જાણો કયા?

હવે છત્રી રેઇન કોટ સાથે લઈને નીકળજો, આજથી ભારે વરસાદની આગાહી, જાણો કયા?

ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ સિસ્ટમ સર્જાઇ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં કાળા વાદળો છવાયા છે.

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ રવિવારે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે 15મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ભાવનગર,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ એલર્ટની આગાહી નથી

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

16મી તારીખને મંગળવારની વાત કરીએ તો, પોરબંદર,ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે 16મી તારીખે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.