સોનુ ઓલટાઈમ હાઈ, નોરતા બગાડશે સોનાનાં ભાવ, સોનું ચાંદી લેતા પહેલા જાણી લેજો આજના ભાવ

સોનુ ઓલટાઈમ હાઈ, નોરતા બગાડશે સોનાનાં ભાવ, સોનું ચાંદી લેતા પહેલા જાણી લેજો આજના ભાવ

સોનાના ભાવમાં તોફાની તેજી ચાલુ છે. કોમોડિટી બજારથી લઈને શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 158 રૂપિયા ઉછળીને 75406 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 75248 પર ક્લોઝ થયો હતો. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 145 રૂપિયા ચડીને 69072 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 68927 રૂપિયા પર બંધ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 87 રૂપિયાની સામાન્ય ઉછાળા સાથે 90817 રૂપિયા પર પહોંચી જે કાલે 90730 રૂપિયા પર ક્લોઝ થયો હતો.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સોનું ચાંદીના ભાવ સતત વધીને ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયા છે. એક સપ્ટેમ્બર મહિનામાં જ 10 ગ્રામ સોનું 3800 રૂપિયા મોંઘુ થયું છે. તો 1 કિલો ચાંદીનો ભાવ 5500 રૂપિયા વધી ગયો છે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 74000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 84000 રૂપિયા હતો. જે આજે વધીને અનુક્રમે સોનું 77800 રૂપિયા અને ચાંદી 89500 રૂપિયા થયા છે. ટકાવારીની રીતે સોના ચાંદીના ભાવ 5 ટકા વધ્યા છે.

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું સપાટ 75,316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. કાલે 75,313 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદીનો ભાવ 178 રૂપિયાની તેજી સાથે 92,223 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો. જે કાલે 92,045 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો