Top Stories
khissu

કોટક મહિન્દ્રા બેંકના રોકાણકારોની થશે ચાંદી! બેંકે FD પરના વ્યાજમાં કર્યો 0.35%નો વધારો

ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે રૂ. 2 કરોડ સુધીની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટમાં 0.40 ટકાના વધારા બાદ બેંકે ગુરુવારે FD પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી, પરંપરાગત રોકાણ વિકલ્પ તરીકે FD પર થાપણો પરનો વ્યાજ દર ખૂબ જ નીચા સ્તરે ગયો હતો. બેંકના આ નિર્ણય બાદ વધુ બેંકો આવી જાહેરાત કરી શકે છે. કોટક મહિન્દ્રા બેંકનો નવો એફડી વ્યાજ દર 6 મેથી લાગુ થઇ ગયો છે.

રેપો રેટની જાહેરાત પછી પ્રથમ બેંક
સમાચાર અનુસાર, બેંકે કહ્યું છે કે લગભગ બે વર્ષથી અર્થતંત્રમાં ઓછા વ્યાજ દરના વલણ પછી FD દરમાં આ વધારો એક સુવર્ણ તક છે. અમે આ વધારો જાહેર કરનાર પ્રથમ બેંકોમાં છીએ. ગ્રાહકો માટે તેમના નાણાકીય લક્ષ્યો માટે બચત કરવાનો અને તેમની બચત પર વધેલા વળતરનો લાભ મેળવવાનો આ યોગ્ય સમય છે.

નવા દરો જાણો
કોટક મહિન્દ્રા બેંકે 390 દિવસ માટે 2 કરોડ રૂપિયા સુધીની FD માટે વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. હવે આ દર વધીને 5.50 ટકા થઈ ગયો છે. તેવી જ રીતે, 23 મહિના માટે FD પર વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે હવે વધીને 5.60 ટકા થઈ ગયો છે. વરિષ્ઠ નાગરિકોને FD પર પહેલાની જેમ 0.50 ટકા વધુ વ્યાજ મળશે.