Top Stories
કોટક મહિન્દ્રા બેંકનું સરકારી કર્મચારીઓ માટે આ ખાસ એકાઉન્ટ, અઢળક લાભોથી છે ભરપૂર

કોટક મહિન્દ્રા બેંકનું સરકારી કર્મચારીઓ માટે આ ખાસ એકાઉન્ટ, અઢળક લાભોથી છે ભરપૂર

કોટક મહિન્દ્રા બેંક સરકારી કર્મચારીઓ માટે વિશેષ ખાતું લાવ્યું છે. બેંકે આ એકાઉન્ટને 'કોટક નેશન બિલ્ડર્સ' નામ આપ્યું છે, જે કોર્પોરેટ સેલેરી એકાઉન્ટ હશે. તે જાહેર ક્ષેત્રના એકમો માટે રચાયેલ છે. તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ ખાસ કરીને કેન્દ્ર, રાજ્ય સરકાર અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ સાથે કામ કરતા પગારદાર લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે કર્મચારીઓને કઇ સુવિધાઓ મળશે.

કોટક નેશન બિલ્ડર્સમાં મળશે આ સુવિધાઓ
સરકારી કર્મચારીઓને આ ખાતા દ્વારા ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી મળશે. આ ખાતામાં આજીવન ઝીરો બેલેન્સ, પ્રેફરન્શિયલ સર્વિસ ચાર્જ, ફ્રી લોકર, મહિનામાં 2 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશ ડિપોઝીટ અને માસિક 30 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ મળશે.

આ અકાઉન્ટના ફાયદા 
- Rupay પ્લેટિનમ ડેબિટ કાર્ડ સાથે પરિવારના સભ્યો માટે ફ્રી એડ-ઓન ડેબિટ કાર્ડ ઉપલબ્ધ થશે.
- ખાતામાં રૂ.50 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવરેજ ઉપલબ્ધ રહેશે.
- બીજી બાજુ, જો તમે રોડ, રેલ અકસ્માતને કારણે આંશિક અથવા સંપૂર્ણ રીતે અક્ષમ છો, તો તમને રૂ. 30 લાખનું કવર મળશે.
- ઉપરાંત, કેશબેક ઓફર પણ મળશે
- Rupay પ્લેટિનમ ડેબિટ કાર્ડ પસંદગીની ભારતીય બ્રાન્ડ્સ પર 5% સુધીનું કેશબેક ઓફર કરશે.
- કાર્ડ દ્વારા, તમને એરપોર્ટ પર વાર્ષિક 4 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ લાઉન્જમાં પ્રવેશ મળશે.

બચત અને એફડી પર વ્યાજ દરમાં વધારો
સેવિંગ્સ બેંક એકાઉન્ટ પર વ્યાજ દરમાં 4%નો વધારો થયો છે, જે પહેલા તે 3.5% હતો.