Top Stories

આગાહી વાયરલ વિડિયો / લખમણ બાપાએ ખેડૂતો માટે બનાવ્યો વિડિયો...

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લક્ષ્મણભાઈએ વરસાદની આશા આપતી આગાહી કરી છે. તેઓ પોતાના વીડિયોમાં જણાવે છે કે છેલ્લા વર્ષે પણ તેમણે એક વિડીયો બનાવ્યો હતો. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એક બે જિલ્લામાં વરસાદ પડતાં બાકી રહેલ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારા દિવસોમાં સારા વરસાદની આશા છે તેવી માહિતી તેઓ જણાવી રહ્યા છે.

એક મગફળીની વાડીમાં ઉભા રહીને લક્ષ્મણ બાપાએ વરસાદની આગાહી કરતો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં સામેના વ્યક્તિ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે. તે અનુસાર આવનારા દિવસોમાં ગુજરાતમાં હજી વરસાદની આશાઓ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

ગુજરાતમાં હવામાન વિભાગ અને વેધર એનાલિસ્ટો ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આશા જણાવતા નથી. ત્યારે લક્ષ્મણભાઈ જણાવ્યું છે કે દરેક જિલ્લામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે જ.  હજી બે વરસાદ બાકી છે. 

લક્ષ્મણ બાપાનો વરસાદની આશા આપતો સંપૂર્ણ વિડિયો ઉપર આપેલ છે જોઈ લો.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 19 તારીખે દક્ષીણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, આણંદ, દાહોદ, મહિસાગરમા વરસાદ આગાહી જણાવી છે. જ્યારે 20 તારીખે પણ મધ્યમ વરસાદ થવાની શક્યતા જણાવી છે. આ વરસાદ રાઉન્ડ 22 તારીખ સુધી જોવા મળી શકે છે.

ગુજરાત રાજ્યમાં પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 16 તારીખથી વરસાદનાં મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય પંચાંગ અનુસાર 16/08/2021થી 29/08/2021 સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. જે મુજબ હાલમાં વરસાદ ચાલુ છે. આગમી દિવસોમાં વરસાદ પ્રમાણ વધી શકે છે.