દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તેની ડિજિટલ સેવાઓનો વિસ્તાર કર્યો છે. કંપનીએ તેની ડિજિટલ પહોંચ વધારવા માટે 'ડિજી ઝોન' શરૂ કર્યું છે, જ્યાં કંપનીના ગ્રાહકોને એક જ જગ્યાએ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં LICએ જણાવ્યું હતું કે, "ટેક્નોલોજી આધારિત જીવન વીમા કંપની બનવાના ઉદ્દેશ્ય સાથે, તે તેના પરિસરમાં સ્થાપિત કિઓસ્ક દ્વારા તેના ઉત્પાદનો અને સેવાઓ વિશે માહિતી પ્રદાન કરશે."
ગ્રાહકો ડિજી ઝોન દ્વારા પોલિસી ખરીદી શકે છે
ગ્રાહકો પોલિસી ખરીદી શકે છે, પ્રીમિયમ ચૂકવી શકે છે અને LIC ડિજી ઝોન દ્વારા અન્ય સેવાઓ મેળવી શકે છે. કંપની ઝડપી વૃદ્ધિ, માટે તેમજ ગ્રાહકોને સંતોષ થાય એ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે તૈયારી કરી રહી છે.
જાણો ડીજી ઝોન શું છે?
LIC ડિજી ઝોન એક પ્રકારનું કિઓસ્ક હશે, જ્યાં ગ્રાહકો કંપનીની વીમા પોલિસીઓ ઓનલાઈન ખરીદી શકશે, પ્રીમિયમની ચુકવણી કરી શકશે અને અન્ય ઘણી સેવાઓનો પણ ઉપયોગ કરી શકશે. આ સાથે ગ્રાહકો એલઆઈસી ઓફિસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે.
LIC નો IPO આવી રહ્યો છે
LICનો IPO વર્ષ 2022માં આવવાનો છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતીય જીવન વીમા નિગમનો IPO રજૂ કરશે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. LICના વાર્ષિક અહેવાલ મુજબ, 31 માર્ચ, 2021ના રોજના કુલ રૂ. 4,51,303.30 કરોડના પોર્ટફોલિયોમાંથી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) રૂ. 35,129.89 કરોડ છે.