ભારતની વીમા કંપની LIC એ ગ્રાહકોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. LIC પોલિસીધારકો હવે તેની લેપ્સ થઇ ગયેલી પોલિસી ફરીવાર શરૂ કરી શકશે. LIC એ 7 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી એક સ્પેશિયલ રિવાઇવલ ડ્રાઇવ શરૂ કરી છે. જેથી તમે આ સમયગાળા દરમિયાન ગમે ત્યારે તમારી બંધ પોલિસી શરૂ કરી શકો છો.
7 ફેબ્રુઆરીથી 25 માર્ચ, 2022 સુધીની તક છે
જાહેર ક્ષેત્રની વીમા કંપની LIC એ તેના ગ્રાહકો માટે જરૂરી પગલાં લીધાં છે. એક નિવેદનમાં, એલઆઈસીએ જણાવ્યું હતું કે જે પોલિસી પ્રીમિયમ ભરવાની મુદત દરમિયાન લેપ્સ થઈ ગઈ છે, જેની પાકતી મુદત પૂરી થઈ નથી, તેને આ ઝુંબેશમાં ફરી શરી કરી શકાય છે. આ અભિયાન 7મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 25મી માર્ચ, 2022 સુધી ચાલશે. એટલે કે, આ દરમિયાન, તમે ગમે ત્યારે તમારી લેપ્સ પોલિસી શરૂ કરી શકો છો.
તમને ફરી શરૂ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે
આ વિશે માહિતી આપતા LICએ જણાવ્યું હતું કે, “COVID-19 રોગચાળાએ વીમા સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને આ અભિયાન LICના પોલિસીધારકો માટે તેમની પોલિસીને ફરી શરૂ કરવાની સારી તક છે. લેપ્સ પોલિસીને ફરી શરૂ કરવા માટેના ચાર્જીસમાં પણ છૂટ આપવામાં આવી રહી છે. જો કે, આ મુક્તિ ટર્મ પ્લાન અને ઉચ્ચ જોખમ વીમા યોજનાઓ પર ઉપલબ્ધ રહેશે નહીં.
મેડિકલ રિપોર્ટથી રાહત નહીં મળે
આ સાથે, અમે તમને જણાવી દઈએ કે પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી મેડિકલ રિપોર્ટમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. પરંતુ સ્વાસ્થ્ય અને સૂક્ષ્મ વીમા યોજનાઓમાં, વિલંબિત પ્રીમિયમ ચુકવણી પર ચોક્કસપણે ચાર્જ માફી મળશે. એટલું જ નહીં, 5 વર્ષથી પ્રીમિયમ ન ભરેલ પોલિસીને પણ આ અભિયાન હેઠળ રિવાઈવ કરી શકાશે. તો આવી સ્થિતિમાં, જો તમારી પોલિસી પણ બંધ થઈ ગઈ છે, તો તમે તેને આ સમયગાળા દરમિયાન શરૂ કરી શકો છો.