3 તારીખની 11 વાગ્યાની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છથી દુર અરબી સમુદ્રમાં સ્થિત છે. જે આગામી 12થી 18 કલાક સુધી ત્યાં સ્થિત રહે તેવી શક્યતા છે. વેધર ચાર્ટનાં એક મોડેલ મુજબ જો લો-પ્રેશર ફરી ગુજરાત તરફ આવશે તો કચ્છના કેટલાક દરિયાકાંઠાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં યથાવત્ રહેશે.
5,11 અને 17 તારીખે ઉપરા-ઉપરી લો-પ્રેશર બનશે?
રાજ્યમાં હજી વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થયો ત્યાં ફરીથી 7 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. કેમકે 5 સપ્ટેમ્બર આજુબાજુ બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જે લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં સાત, આઠ અને નવ તારીખ સુધી જોવા મળશે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ હશે કે જેમાં ૧૦ ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા બાદ આંધ્રપ્રદેશ, તેલંગાણા થઈને મહારાષ્ટ્ર-ગુજરાત સુધી આવશે. જ્યારે લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે પણ મજબૂત અવસ્થામાં હશે તેવું હાલ વેધર ચાર્ટો જણાવી રહ્યા છે. જેમને કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે.
11 તારીખ આજુબાજુ ફરી નવું લો-પ્રેશર?
હવામાન વિભાગની વેબસાઈટમાં આગોતરું અનુમાન જોવામાં આવે તો 11તારીખ આજુબાજુ ફરીથી એક નવી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય બનશે. જોકે તે લો-પ્રેશર સિસ્ટમ પાંચ તારીખે તૈયાર થતી લો-પ્રેશર સિસ્ટમ કરતા નબળી અને નાની હશે. પરંતુ તેમને અનુકૂળ વાતાવરણ મળશે તો મોટી બની શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ આપી શકે છે.
17 તારીખ દરમિયાન નવું લો-પ્રેશર?
વેધર ચાર્ટો 17 તારીખે એક નાનું લો-પ્રેસર બંગાળની ખાડીમાં જણાવી રહ્યા છે. જોકે તે ખૂબ જ આગોતરું અનુમાન છે. એટલે તેમાં ઘણાં બધાં ફેરફારો થઇ શકે છે. જેમ દિવસો પસાર થશે તેમ, તે લો-પ્રેશરની વધારે અપડેટ Khissu ની એપ્લિકેશનમાં જણાવવામાં આવશે.
હવામાન વિભાગે પણ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી.
આજથી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર 7 તારીખે ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. જ્યારે અંબાલાલ પટેલે પણ 6 તારીખથી લઈને 10 તારીખ સુધી સારા વરસાદની આગાહી જણાવી છે.
હાલમાં પૂર્ણ થયેલ વરસાદ રાઉન્ડમાં ગુજરાતનાં 75-80% ભાગોમાં વરસાદ પડ્યો છે. જોકે હજી સિંચાઈ માટે જરૂરી ડેમોમાં પાણી ભરાવું જોઈએ એટલું થયું નથી. પરંતુ ગુજરાતના ખેડૂતોએ ડરવાની જરૂર નથી સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વેધર ચાર્ટો બતાવી રહ્યા છે. જો કે, હવે પછી પડતો ભારે વરસાદ ખેતીના પાકોને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ સિંચાઇના પાણી માટે અને દુષ્કાળ માંથી બહાર આવવા માટે સારો વરસાદ જરૂરી છે. આવનાર 15 તારીખ સુધી ગુજરાતમાં સારા વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે.
વરસાદની આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો. સાથે વરસાદ આગાહી વિડિયો જોવા અમારી Khissu YouTube channel ને subscribe કરી લો. આગાહી વાંચવા Facebook પેજ ને follow કરો. સાથે Khissu.com ને વિઝિટ કરતા રહો.