સામાન્ય રીતે 1સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારત માંથી ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વર્ષે સ્કાયમેટ ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર ૧૭ સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય ચાલુ થશે. છેલ્લા બે વર્ષથી ચોમાસુ ભારતમાંથી મોડું વિદાય લઇ રહ્યું છે એટલે કે પાછોતરા વરસાદ પડી રહ્યા છે. તેવી રીતે આ વર્ષે પણ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ચાલુ રહેશે તેવું વેધર ચાર્ટો જણાવી રહ્યા છે.
બંગાળની ખાડીમાં બન્યું મજબૂત લો-પ્રેશર
11 તારીખની વહેલી સવારની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર બની ચૂક્યું છે. Skymet માં કામ કરતાં દેવેન્દ્ર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ લો-પ્રેશર, વેલમાર્ક લો-પ્રેશર માંથી ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ અને લેન્ડફોલ કરશે. જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે ડિપ-ડિપ્રેશનમાં એટલે કે મીની વાવાઝોડામાં હોઈ શકે છે. આ લો-પ્રેશરને કારણે મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં સારો વરસાદ જોવા મળશે.
ગુજરાતમાં કેટલી અસર?
લો-પ્રેશર મજબૂત બન્યા બાદ વેસ્ટ બંગાળ-ઓરિસ્સા, છત્તીસગઢ-ઝારખંડ, ઉત્તર મધ્યપ્રદેશ-રાજસ્થાન લાગુ વિસ્તારો થઈ અને ગુજરાત સુધી પહોંચશે. જ્યારે ગુજરાત નજીક પહોંચશે ત્યારે મજબૂત અવસ્થામાં ન હોઈ શકે પરંતુ ઉત્તર ગુજરાત-રાજસ્થાન લાગુ વિસ્તારમાં નબળી સીસ્ટમ અને અનુકુળ વાતાવરણન ગુજરાતને સારો વરસાદ આપી શકે છે.
14 તારીખથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છનાં કેટલાક ભાગોમાં લો-પ્રેશરની અસર ચાલુ થઇ જશે. જોકે હાલમાં ઉત્તર ગુજરાત-રાજસ્થાન લાગુ વિસ્તારોમાં હાલનું એક હળવું નબળું લો-પ્રેસર સક્રિય છે. જેમની અસરના ભાગરૂપે આવનાર ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.
લો-પ્રેશર સિસ્ટમ મજબૂત અવસ્થામાં ફેરવાશે અને જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ તેમની અપડેટ Khissu ની Application માં અમે તમને જણાવતા રહીશું. ખાસ નોંધ- વેધર ચાર્ટ અને કુદરતી પરિબળોને કારણે આગાહીમાં અને સિસ્ટમમાં ફેરફાર થઈ શકે છે. ખેતીના કામો માટે હવામાન વિભાગની વેબસાઈટને અનુસરવું.
હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાનાં આવનાર ૫ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બે લો-પ્રેશર સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જણાવી છે. હવામાન ખાતાએ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. હવામાન ખાતાએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં સામાન્ય-મધ્યમ વરસાદની આગાહી કરી છે.