Top Stories
આજથી લો-પ્રેસર અસર ચાલુ / અતિભારે વરસાદ આગાહી...

આજથી લો-પ્રેસર અસર ચાલુ / અતિભારે વરસાદ આગાહી...

7 સપ્ટેમ્બરની સવારની નવ વાગ્યાની અપડેટ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 121 તાલુકામાં છૂટો-છવાયો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના સૂરતમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સૂઈ ગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે ગુજરાત રાજ્યના 25 તાલુકામાં એક એકથી વધારે વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીને લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રમાં લો-પ્રેશરની ભારે અસર ચાલુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રનાં મુરુદમાં 19 વરસાદ, હરનાઈમાં 15 ઇંચ, ડપોલીમાં 14 અને બુરોનદીમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે. એટલે કે લો-પ્રેશરને કારણે મેઘતાંડવ સર્જાયું છે. ગુજરાત રાજ્યમાં આજ રાત્રીથી જ ભારે વરસાદની શરૂઆત થશે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે.

અમદાવાદ જિલ્લામાં શું છે વરસાદ આગાહી? 
ચોમાસુ ચાલુ થયું ત્યાર પછી અમદાવાદ જિલ્લામાં સીઝનનો માત્ર ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ૫૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જોકે હાલમાં વાદળછાયુ વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે આવતીકાલથી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા 14 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી અમદાવાદ જિલ્લામાં છે. જેમાં સૌથી વધારે 8 અને 9 તારીખે ભારે વરસાદ અમદાવાદ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર કચ્છને છોડતાં આઠ અને નવ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાતના ઘણા એવા ભાગો છે કે જેમાં ભારેથી અતિભારે વરસાદ આવનાર બે દિવસ દરમિયાન જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પણ આગાહી કરી ચૂક્યા છે, અશોક પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, ખાનગી સંસ્થા skymet દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાનખાતું પણ એલર્ટ થયું છે. એટલે કે ગુજરાતમાં આવનાર બે દિવસ સુધી સારો વરસાદ જોવા મળશે.