Top Stories
સિસ્ટમમાં સુધારો: હવે આ જીલ્લામાં વરસાદ જોર વધશે, જાણો ક્યાં?

સિસ્ટમમાં સુધારો: હવે આ જીલ્લામાં વરસાદ જોર વધશે, જાણો ક્યાં?

નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 20 તારીખ છે. આજના હવામાન પર નજર કરીએ તો લો-પ્રેશર નબળું પડી ચૂક્યું છે. પરંતુ એમની અસર 22 તારીખ સુધી જોવા મળશે કેમ કે વાતાવરણ સારું બન્યું છે. સાયક્લોનિક સિસ્ટમ પર અરબી સમુદ્રનાં ભેજવાળા પવનો જઈ રહ્યા છે જેમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજથી ગુજરાતમાં થંડરસ્ટ્રોમનો હળવો મધ્યમ અલગ-અલગ ભાગોમાં વરસાદ જોવા મળશે.

આજે 20 તારીખે અમારા અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, નર્મદા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સાથે મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ બોર્ડર લાગુ વિસ્તારો જેવા કે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ કોઈક કોઈક જગ્યાએ થંડરસ્ટ્રોમનો વરસાદ પડી શકે છે.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ ગીર સોમનાથ, દીવ, જુનાગઢ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બધી બાજુ છૂટાછવાયા થંડરસ્ટ્રોમના વરસાદ જોવા મળી શકે.

સિસ્ટમમાં સુધારો થયો છે: ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. સિસ્ટમમાં થોડો સુધારો થયો છેે. પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડવાની સંભાવના હતી એ સંભાવનામાં (50% to 60%) હવે વધારો જોવા મળશે. ૨૧ અને ૨૨ તારીખ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈક જિલ્લામાં સારા વરસાદી ઝાપટા પડી જાય એવી શક્યતાઓ બની રહી છે.

જોકે આજથી જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ જશે. ૨૧ અને ૨૨ તારીખે વરસાદી ઝાપટા સૌરાષ્ટ્રના આ ભાગોમાં જોવા મળશે. સાથે ઉત્તર ગુજરાત અને કચ્છ માં પણ આશા રાખી શકો છો પણ ખાસ વધારે નહીં. જોકે સૌરાષ્ટ્ર રિલિજિયનમાં 51 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હાલના ખેડૂતો ત્યાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. 

21 તારીખે વરસાદ આગાહી? 21 તારીખે ઉત્તર-પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં સારા વરસાદના સંજોગો દેખાઈ રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય-દક્ષિણ-ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદી ઝાપટાં પડે તેવાં સંજોગો બની રહ્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ ઓછી જણાઇ રહી છે પરંતુ ત્યાં પણ માહોલ બની શકે છે.

22 તારીખે શું છે વરસાદ આગાહી? વરસાદના શરૂ થયેલા રાઉન્ડના છેલ્લા દિવસો ૨૨ અને ૨૩ તારીખ હશે. 22 તારીખ આજુબાજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ પશ્ચિમ બનાસકાંઠામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડે એવા હાલ સંજોગો જણાઈ રહ્યા છે. એટલે કે બાકી રહેલ જિલ્લાઓમાં પણ આવનારા બે દિવસમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતના ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ન હતો. સાર્વત્રિક અને ભારે વરસાદ માટે હજી રાહ જોવી પડશે. કુદરતી પરિબળો અને વેધર ચાર્ટના અનુમાન મુજબ આગાહીઓમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. આવી દરરોજની વરસાદની આગાહી અને માહિતી જાણવા khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આભાર - Team Rakhdel