Top Stories
મેઘતાંડવ: લો-પ્રેશર હાલ ક્યાં? અતિભારે વરસાદ, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

મેઘતાંડવ: લો-પ્રેશર હાલ ક્યાં? અતિભારે વરસાદ, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

31 તારીખ સાંજની અપડેટ મુજબ લો-પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્ય મહારાષ્ટ્ર ઉપર સ્થિત છે. ધીમે-ધીમે આગળ વધી આજે રાત સુધીમાં ગુજરાતની નજીક પહોંચી જશે. જેમ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચશે તેમ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી. આજે સાંજે અને રાત્રી દરમ્યાન સિસ્ટમ નજીક આવતાં દક્ષિણ ગુજરાત સિવાયના પૂર્વ-મધ્ય ગુજરાત લાગુ ઊત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ વધશે.

આવતી કાલે ભારે થી અતિ ભારે વરસાદ પડશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ સાંજે-રાત્રિ દરમિયાન ગુજરાત પર આવશે ત્યાર પછી તેમને ભેજવાળા અરબી સમુદ્રના પવનો મળશે. જે લો-પ્રેશર સિસ્ટમના ટ્રફને સહાયરૂપ બની અને સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ આપશે. આજ રાત્રીથી આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે તો ક્યાક અતિભારે વરસાદ પડવાની શક્યતા ગણવી.

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ સારો વરસાદ પડવાની સ્થિતી વેધર ચાર્ટો જણાવી રહ્યા છે. ગુજરાતના અમુક વિસ્તારો એવા હશે કે જેમાં રીતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે. એટલે કે 200mm કરતાં વધારે વરસાદ પણ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હોઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 155 કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સૌથી વધારે વાપીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે 12 કલાકમાં 12 ઇંચ વરસાદ વલસાડના ઉમરગામની અંદર ખાબક્યો છે. વલસાડમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. આ સાથે ઉમરગામ, વાપી, પારડી, કપરાડા, વલસાડ, ધરમપુરમાં પણ સારો વરસાદ ગઇ રાતથી પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વવારા આવતી કાલે એટલે કે પહેલી સપ્ટેમ્બરનાં રોજ આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુરુવારે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ આણંદ, ભરૂચ, સુરત, પાટણ, અમદાવાદ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ જોવા મળશે. ૩ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 1થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.