Top Stories
લો પ્રેશર, સિસ્ટમ, નક્ષત્રો વચ્ચે આગામી 5 દિવસ હવામાન વિભાગની મોટી આગાહી

લો પ્રેશર, સિસ્ટમ, નક્ષત્રો વચ્ચે આગામી 5 દિવસ હવામાન વિભાગની મોટી આગાહી

અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ ની અસર ઓછી થવાને કારણે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. વરસાદનું જોર ઘટતા જવામાં વિભાગ તરફથી ફરી આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. 

1) ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે.

2) 20 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો વરસાદ થઈ શકે.

3) દક્ષિણ ગુજરાતમાં પણ આવી પાંચ દિવસ સુધી છૂટોછવાયો મધ્યમથી હળવો વરસાદ થઇ શકે છે.

4) આગામી પાંચ દિવસમાં વધારે વરસાદ ની શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે.

19 જુલાઈથી પુષ્પનક્ષત્ર શરૂઆત થશે.
૧૯ જુલાઈથી ગુજરાત રાજ્યમાં પુનર્વસુ નક્ષત્ર બાદ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. પુષ્પનક્ષત્ર 05:19 કલાક/મિનિટે ઉંદર વાહન સાથે ચાલુ થશે. પુષ્પ નક્ષત્ર ૧લી ઓગસ્ટ સુધી જોવા મળશે. પુષ્પ નક્ષત્રમાં છુટો-છવાયો કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી?
અંબાલાલ પટેલે 13 જુલાઈથી ૨૦ જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે - અતિવૃષ્ટિ ના વરસાદની આગાહી કરી હતી. પરંતુ એ મુજબ વરસાદ જોવા મળ્યો નથી. સાથે તેમણે આગાહીમાં જણાવ્યું હતું કે ૨૦ જુલાઇ પછી પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. એટલે વેધર ચાર્ટના માધ્યમથી જાણવા મળે છે કે 21, 22 તારીખ પછી ગુજરાતની અંદર રેડા ઝાપટા નું પ્રમાણ થોડું વધી જશે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે.

બંગાળની ખાડીમાં બની શકે સિસ્ટમ!
હાલ વેધર ચાર્ટના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે 21 તારીખ પછી બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ બની શકે છે. જેનો ટ્રેક પણ ગુજરાત સુધી જોવા મળશે. જો મળશે તો ગુજરાતમાં ફરીથી કડાકા-ભડાકા સાથે સારો વરસાદ થઇ શકે છે. જેમની વધારે માહિતી અમે આગળ khissu Aplication  જણાવીશું, માટે Khissu ની Application ખાસ ડાઉનલોડ કરી લેજો.