Top Stories
khissu

વેધર મોડલ બદલ્યા / હાલ શું સ્થિતિ? લો-પ્રેશરની કેટલી અસર? શું આગાહી?

નમસ્કાર ખેડૂત મિત્રો,
છેલ્લાં ઘણાં દિવસથી જે સાર્વત્રિક વરસાદનાં રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા તે રાઉન્ડ ગુજરાતમાં આજથી ચાલુ થઈ ગ્યો છે. હવામાન ખાતું, અંબાલાલ પટેલ સાથે વેધર એનાલિસ્ટો પણ વરસાદની આગાહી કરી ચૂક્યા છે. છેલ્લાં ઘણાં દિવસોથી વેધર મોડલમાં મતાંતર જોવા મળી રહ્યા હતા, પરંતુ આજે ફાઇનલ ચાર્ટ સુધાર્યા છે. હવે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જોકે અલગ અલગ જગ્યાએ સામાન્ય-હળવો-મધ્યમ-ભારે અને અતિભારે વરસાદ પડી શકે છે.

હાલમાં લો-પ્રેશરની સ્થિતિ?
હાલમાં લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર રાજ્ય સુધી પહોંચી ચૂકી છે. લો-પ્રેશર નું UAC સાઉથ વેસ્ટ દિશામાં 4.5 કિલોમીટરની ઊંચાઈ પર વિસ્તરેલું છે. સાથે સાઉથ વેસ્ટ દિશામાં થોડું ઢળેલું છે. આવનાર 24-48 કલાકમાં આગળ વધી પૂર્વ મધ્ય ગુજરાત નજીક આવશે. એટલે કે 31થી 1 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર હશે. 

લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પર આવ્યાં પછી થોડી નબળી પડી 3-4 તારીખ સુધી UAC બની ગુજરાત રાજ્ય પર રહશે. સિસ્ટમ સાથે ગુજરાત રાજ્ય ના અલગ અલગ ભાગમાં સારો વરસાદ જોવા મળશે. જોકે આજથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 

લો-પ્રેશર સિસ્ટમની અસર કેટલી? 
સિસ્ટમ ગુજરાત રાજ્યમાં 1 તારીખે પહોંચશે પછી 3 તારીખ સુધી મધ્યમ-હળવી અસર જોવા મળશે. કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જોકે હાલમાં ભારે થી અતિભારે વરસાદ ની શક્યતા થોડી ઓછી જણાઈ રહી છે પરંતુ અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. આગાહીનાં દિવસોમાં સૌથી વધુ વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત માં પડી શકે છે. 

વરસાદની શકયતાં? 
લો-પ્રેશરની UAC અને ટ્રફ પર વરસાદ ની શક્યતા રહશે. કુદરતી પરિબળો ને કારણે થોડા ફેરફારો થઇ શકે છે. પરંતુ વેધર ચાર્ટનાં માધ્યમથી માહિતી જોઈએ તો વત્તા ઓછા પ્રમાણમાં બધે વરસાદ પડી શકે છે. 
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારોનાં વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સારી શક્યતા છે. જોકે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં ઓછો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં પશ્વિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં આ વરસાદ રાઉન્ડ સારો સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે પણ આગમી સપ્ટેમ્બર મહિનાનાં પહેલા અઠવાડિયામાં સારા વરસાદની આગાહી જણાવી છે. જેમાં 1થી 3 ઈંચ વરસાદ વરસી શકે છે. હવામાન ખાતા દ્વારા આવતી 48 કલાક સુધી ભારે વરસાદ આગાહી? 

મંગળવારે ભરૂચ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ખેડા, નર્મદા, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

બુધવારના રોજ ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સાથે ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે નર્મદા, સુરત, તાપી, ભરૂચ, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી છે.