Top Stories
દિવાળી પહેલા કાર લેવી હોય તો મોકો છે, આ 6 બેન્કો સાવ સસ્તી કાર લોન આપી રહી છે, વ્યાજ એકદમ ઓછું

દિવાળી પહેલા કાર લેવી હોય તો મોકો છે, આ 6 બેન્કો સાવ સસ્તી કાર લોન આપી રહી છે, વ્યાજ એકદમ ઓછું

Cheapest car loan: દેશમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. તહેવારોની સિઝનમાં લોકો પ્રોપર્ટી અને વાહન ખરીદવાને શુભ માને છે. આ જ કારણ છે કે આજકાલ ઘણા વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. જો તમારો ઈરાદો કાર લોન લઈને કાર ખરીદવાનો છે તો કોઈ પણ બેંકમાંથી લોન લેતા પહેલા કાર લોન પરના વ્યાજની ચોક્કસ સરખામણી કરો.

બધી બેંકો કાર લોન પર સરખું વ્યાજ વસૂલતી નથી. કેટલીક બેંકો વધુ વ્યાજ વસૂલી રહી છે તો કેટલીક ઓછી વસૂલી રહી છે. આજે અમે તમને એવી છ બેંકો વિશે જણાવી રહ્યા છીએ જેના વ્યાજ દર દેશમાં સૌથી ઓછા છે. આમાંથી ત્રણ બેંકો અત્યારે પ્રોસેસિંગ ફી પણ વસૂલતી નથી.

મનીકંટ્રોલ પર પ્રકાશિત અહેવાલ અનુસાર યુકો બેંક દેશમાં આ તહેવારોની સિઝનમાં સૌથી ઓછા દરે કાર લોન આપી રહી છે. બેંક વાર્ષિક 8.45 ટકાથી 10.55 ટકાના દરે વ્યાજ વસૂલે છે. ખાસ વાત એ છે કે હવે લોન લેનારને લોન પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કાર લોન પર વ્યાજ દર ઘણો ઓછો છે. SBI કાર લોન પર 8.65 ટકાથી 9.70 ટકા વાર્ષિક વ્યાજ વસૂલે છે. એસબીઆઈએ તહેવારોની સિઝનમાં કાર લોન પરની પ્રોસેસિંગ ફી પણ ઘટાડીને શૂન્ય કરી દીધી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર હાલમાં 8.70 ટકાથી 13 ટકા વાર્ષિક વ્યાજે કાર લોન ઓફર કરે છે. ખાસ વાત એ છે કે બેંક ઓફ મહારાષ્ટ્ર પણ આ સમયે કાર લોન પર કોઈ પ્રોસેસિંગ ફી નથી લઈ રહી.

બેંક ઓફ બરોડા હાલમાં 8.70 ટકાથી 12.10 ટકા સુધી કાર લોન ઓફર કરે છે. તમારે બેંકને લોન પ્રોસેસિંગ ફી તરીકે માત્ર 500 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કાર લોન લો છો, તો તમારે 8.75 ટકાથી લઈને 10.50 ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. બેંક પ્રોસેસિંગ ફી તરીકે એક હજાર રૂપિયા વસૂલે છે.