મઘા નક્ષત્રના મોંઘા વરસાદ પાણી: મઘા નક્ષત્રનો વરસાદ મોંઘો છે મોકો ચૂકતા નહીં.
આપણી ભારતીય પૌરાણિક માન્યતા મુજબ ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા નક્ષત્રનાં વરસાદનું પાણી જ પીવે છે.
ભારતીય પંચાંગ અનુસાર સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. 17 ઓગસ્ટ 2021થી સૂર્યનું પરિભ્રમણ મઘા નક્ષત્રમાં થઈ ચૂક્યું છે. વરસાદના મઘા નક્ષત્રમાં પવન સાથે તોફાની વરસાદ પડતો હોય છે. મિત્રો, મઘા નક્ષત્રનું પાણી જેટલું બને તેટલું સંગ્રહ કરવું જોઈએ કેમકે આ પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે.
મઘા નક્ષત્રમા વરસતા વરસાદનાં પાણીનો ઉપયોગ-ફાયદા?
મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે.
1) આંખોના કોઈપણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘા પાણીનાં બે ટીપા આંખમાં પાડી શકો છો.
2) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે.
3) જો આપ કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે.
4) તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે.
5) આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.
6) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.
7) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
8) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.
9) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.
10) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.
17ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલુ રહેશે માટે આ નક્ષત્ર દરમિયાન જેટલો વરસાદ પડે તેમના પાણીનો સંગ્રહ કરી લેજો. કેમ કે તેમના અનેક ફાયદાઓ છે. આ કુદરતી ફાયદાઓ ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે ખાસ શેર કરજો.