બેંક ઓફ બરોડાએ જાહેરાત કરી છે કે તે મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની સેવાઓ શરૂ કરશે. બેંક ઓફ બરોડાના જણાવ્યા અનુસાર આ યોજનાથી મહિલાઓને ઘણો ફાયદો થશે. ખાસ વાત એ છે કે બેંક ઓફ બરોડા પોસ્ટ ઓફિસની સાથે કેનેરા બેંક અને બેંક ઓફ ઈન્ડિયા પછી આ યોજના શરૂ કરનારી દેશની ત્રીજી જાહેર બેંક બની છે.
હકીકતમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24માં મહિલાઓ અને છોકરીઓ માટે એક નાની બચત યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનું નામ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર છે. આ 2 વર્ષની ડિપોઝિટ સ્કીમ છે. તેની શરૂઆત માત્ર બે વર્ષથી કરવામાં આવી છે. આમાં તમને વાર્ષિક 7.5% વ્યાજ મળશે. તમે આ ખાતામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
ખાતામાંથી 40 ટકા રકમ પણ ઉપાડી શકાશે
ખાસ વાત એ છે કે બેંક ઓફ બરોડામાં ગ્રાહક અને બિન-ગ્રાહકો બંને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો લાભ મેળવી શકે છે. એટલે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ કોઈપણ મહિલા બેંક ઓફ બરોડામાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ યોજના 31 માર્ચ 2025 સુધી જ લાગુ રહેશે. એટલે કે, આ યોજના હેઠળ, તમે મહિલાઓ અને છોકરીઓના નામે બેંકમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરીને સારું વ્યાજ મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો ખાતું ખોલ્યાના એક વર્ષ પછી ખાતામાંથી 40 ટકા રકમ પણ ઉપાડી શકો છો.
તમે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો
જો તમે મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં બે વર્ષમાં રૂ. 2 લાખનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર રૂ. 2.32 લાખ મળશે. આ સ્કીમ FDની જેમ કામ કરે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો પછી તમારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસ, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અથવા બેંક ઓફ ઈન્ડિયાની શાખાની મુલાકાત લઈને ખાતું ખોલવા માટેની આગળની પ્રક્રિયા શરૂ કરો. પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, જો તમે ઈચ્છો તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર સમય પહેલા બંધ કરી શકો છો. જો ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો તેના સંબંધીઓ ખાતું બંધ કરાવી શકે છે.