પેટ્રોલ-ડિઝલ થશે હજી મોંઘુ : તેલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC અને સહયોગી દેશોએ એક બેઠક યોજી હતી જેમાં તેલ ઉત્પાદનમાં એપ્રિલ સુધી કાપ વધારો થઈ શકે છે. આ ઉપરાંત સાઉદી અરબે રોજના ૧૦ લાખ બેરલ ઓછું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. આમ આગામી સમયમાં કાચા તેલની કિંમતમાં ૧૦ ડોલર સુધી વધારો થઈ શકે છે.
જોકે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરશે નહીં તેથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તો જ પેટ્રોલના ભાવ ઘટશે.
દેશની રાજધાનીમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા : દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસોથી પેટ્રોલની કિંમત સ્થિર રહી છે જ્યારે ડીઝલની કિંમત પણ સ્થિર જોવા મળી. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૧.૧૭ રૂપિયા હતી જ્યારે આજે પણ ભાવ ૯૧.૧૭ રૂપિયા જ રહ્યો છે. તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૧.૪૭ રૂપિયા હતી જે આજે પણ ૮૧.૪૭ રૂપિયા રહી છે.
તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૫૭ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૭.૯૧ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૯.૭૮ રૂપિયા/લિટર છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૪/૦૩/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૮.૩૧ ₹ ૮૮.૩૧ ₹
અમરેલી ૮૯.૬૧ ₹ ૮૮.૯૫ ₹
આણંદ ૮૮.૩૮ ₹ ૮૮.૦૭ ₹
અરવલ્લી ૮૮.૮૧ ₹ ૮૯.૨૯ ₹
ભાવનગર ૮૯.૩૮ ₹ ૮૯.૭૫ ₹
બનાસકાંઠા ૮૮.૧૪ ₹ ૮૮.૨૫ ₹
ભરૂચ ૮૮.૭૫ ₹ ૮૮.૫૭ ₹
બોટાદ ૮૯.૧૮ ₹ ૮૯.૧૮ ₹
છોટા ઉદેપુર ૮૮.૨૬ ₹ ૮૮.૪૮ ₹
દાહોદ ૮૮.૭૪ ₹ ૮૯.૦૨ ₹
દેવભૂમિ દ્વારકા ૮૮.૪૯ ₹ ૮૮.૧૬ ₹
ગાંધીનગર ૮૮.૫૦ ₹ ૮૮.૬૯ ₹
ગીર સોમનાથ ૮૯.૭૮ ₹ ૮૯.૫૦ ₹
જામનગર ૮૮.૧૯ ₹ ૮૮.૨૮ ₹
જૂનાગઢ ૮૯.૨૩ ₹ ૮૮.૮૨ ₹
ખેડા ૮૮.૪૧ ₹ ૮૮.૪૪ ₹
કચ્છ ૮૮.૬૨ ₹ ૮૮.૧૪ ₹
મહીસાગર ૮૮.૯૧ ₹ ૮૮.૪૪ ₹
મહેસાણા ૮૮.૪૦ ₹ ૮૮.૬૨ ₹
મોરબી ૮૮.૯૮ ₹ ૮૯.૦૮ ₹
નર્મદા ૮૮.૭૨ ₹ ૮૮.૭૦ ₹
નવસારી ૮૮.૫૩ ₹ ૮૮.૫૮ ₹
પંચમહાલ ૮૮.૨૯ ₹ ૮૮.૫૦ ₹
પાટણ ૮૮.૩૫ ₹ ૮૮.૪૮ ₹
પોરબંદર ૮૮.૫૭ ₹ ૮૮.૮૨ ₹
રાજકોટ ૮૮.૧૦ ₹ ૮૮.૧૦ ₹
સાબરકાંઠા ૮૮.૭૫ ₹ ૮૯.૩૨ ₹
સુરત ૮૮.૫૩ ₹ ૮૮.૩૨ ₹
સુરેન્દ્રનગર ૮૮.૭૯ ₹ ૮૮.૯૭ ₹
તાપી ૮૮.૯૩ ₹ ૮૮.૮૫ ₹
ડાંગ ૮૯.૫૯ ₹ ૮૯.૧૬ ₹
વડોદરા ૮૭.૯૮ ₹ ૮૭.૯૮ ₹
વલસાડ ૮૯.૨૮ ₹ ૮૮.૯૦ ₹
ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૯.૭૮ રૂપિયા છે.