જો તમે ડેબિટ કાર્ડથી ઓનલાઈન કે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો અને તેના પર કેશબેકનો લાભ પણ મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આવી સ્થિતિમાં HDFC બેંક મિલેનિયા ડેબિટ કાર્ડ એક શાનદાર કાર્ડ સાબિત થઈ શકે છે. આ ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને તમે એક મહિનામાં 400 રૂપિયા અને વર્ષમાં 4,800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો.
મિલેનિયા ડેબિટ કાર્ડ ગ્રાહકોને કેશબેક પોઈન્ટ મળે છે. એક કેશબેક પોઈન્ટનું મૂલ્ય રૂ 1 છે. HDFC બેંકના ગ્રાહકો નેટ બેંકિંગનો ઉપયોગ કરીને કેશબેક પોઈન્ટ રિડીમ કરી શકે છે.
મિલેનીયા ડેબિટ કાર્ડની વિશેષતાઓ
આ ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન પર 1 થી 5 ટકા કેશબેક પોઈન્ટ્સ
તમામ ઑફલાઇન ખર્ચ અને વૉલેટ રિલોડ પર 1% કૅશબૅક પૉઇન્ટ
તમામ ઓનલાઈન ખર્ચ પર 2.5% કેશબેક પોઈન્ટ
PayZapp અને SmartBuy દ્વારા ખર્ચ કરવા પર 5% કેશબેક પોઈન્ટ
કેશબેક પોઈન્ટ કેવી રીતે રિડીમ કરવા
>> HDFC બેંકની નેટ બેંકિંગમાં લોગ ઇન કરવું પડશે.
>> આ પછી તમારે કાર્ડ્સ વિભાગમાં જવું પડશે.
>> આ પછી તમારે ડેબિટ કાર્ડ્સ સિલેક્ટ કરવાનું રહેશે.
>> હવે તમારે Inquire પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે કેશબેક ઇન્ક્વાયરી અને રીડેમ્પશનમાં જવું પડશે અને એકાઉન્ટ નંબર પસંદ કરવો પડશે.
>> હવે Continue પર ક્લિક કરો અને 400 ના ગુણાંકમાં કેશબેક પોઈન્ટ દાખલ કરો. રિડેમ્પશન પછી, આ રકમ તમારા HDFC બચત ખાતામાં જમા થાય છે.