Top Stories
khissu

ગુજરાતનાં 40 જેટલાં વર્ષા મંડળના આગાહીકારો દ્વારા ચોમાસું કેવું રહશે તે અંગે આગાહી કરવામાં આવી

દર વર્ષે ની જેમ આ વર્ષે પણ 40 જેટલા આગાહીકારોએ ચોમાસું કેવું રહશે તે અંગે આગાહી કરી છે. જુનાગઢ યુનિવર્સિટીમાં ઓનલાઇન વર્ષા વિજ્ઞાનનું પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 40 જેટલાં આગાહીકારો વડાયા અને વર્ષ ૨૦૨૧ માં ચોમાસુ કેવું રહેશે તે બાબતે ચર્ચા કરી હતી.

રાજ્યમાં ચોમાસું ચાલુ થાય તે પહેલા હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો ચોમાસું કેવું રહશે તે અંગે આગાહી કરતા હોય છે જેમને આધાર-બેઝ લઈને ખેડૂતો વાવણી-ક્યાં પાકનું વાવેતર કરવું અને સિંચાઈ નું આયોજન કરતાં હોય છે.

40 આગાહીકારો ની આગાહી નું તારણ શું આવ્યું? 
જુનાગઢ યુનિવર્સિટી ની મિટિંગ બાદ તારણ એ હતું કે આ મહિનાના એટલે કે જૂન મહિના ના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગમાં વાવણી થઈ જશે, તે પહેલાં રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. વધારેમાં આગાહીકારો એ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે જોકે 16 ઓગસ્ટ પછી વરસાદની તાણ ખેંચાય તેવા સંજોગો છે.

વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી: 
ત્યાર પછી એક આગાહીકારે વધુમાં જણાવ્યું હતું કે જૂન મહિનામાં સામાન્ય થી અતિભારે વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં પુર પણ આવી શકે છે. જૂન મહિનામાં વાવણી થઇ જશે અને જુલાઈ મહિનામાં વરસાદ નું જોર ઘટશે. જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ હાલ ક્યાં છે? 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાંસુ નોર્મલ જોવા મળશે અને 104% જેટલો વરસાદ નોંધાય તેવું અનુમાન છે. હવામાન વિભાગની official વેબસાઈટ મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના દીવમાં ચોમાસુ પહોંચી ચૂક્યું છે હવે ચોમાસુ મધ્ય ગુજરાત તરફ ધીમે-ધીમે આગળ વધશે. ૩ જૂને ભારતના કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું હતું ત્યાર પછી ધીમે ધીમે આગળ વધી કર્ણાટક અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું અને તેનાથી વધારે આગળ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને ત્યાર પછી 11 જૂને સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દીવ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. હવે 15 જૂન સુધીમાં અમદાવાદ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જોકે હાલ ચોમાસાના પરિબળો નબળાં પડી ચૂક્યા છે તેવું લાગી રહ્યું છે જેથી ચોમાસાને આગળ વધવા માટે થોડો સમય લાગી શકે છે.