ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડાકા-ભડાકા સાથે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે પાછોતરો વરસાદ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડતો હોય છે. જેમાં ખાસ કરીને મગફળી, બાજરી, કઠોળ, કપાસ જેવા પાકોને વધારે નુકસાન થતું હોય છે. ત્યારે બીજી બાજુ વરસાદ બંધ થાય તો અમુક ખેડૂતો નવું વાવેતર કરવાની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન થાય છે કે ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે?
સૌથી પહેલા જાણી લઈએ કે હવામાન વિભાગ કેવી રીતે નક્કી કરે છે કે ચોમાસું ક્યારે વિદાય થાય. જેમ ચોમાસુ ચાલુ થતું હોય ત્યારે અમુક પરિબળો નક્કી કરવામાં આવે છે, તેવી જ રીતે ચોમાસું વિદાય લે છે ત્યારે પણ અમુક પરિબળો નક્કી કરવામાં આવતા હોય છે.
ચોમાસા વિદાઈ માટેનાં પરિબળો
1) રાજ્યનાં કોઈ વિસ્તારોમાં સતત 5 દિવસ વરસાદ ના પડવો જોઈએ.
2) ચાલુ નોર્મલ તાપમાન કરતાં તાપમાનમાં વધારો થવો જોઈએ.
3) તાપમાન વધારા સાથે ભેજ માં ઘટાડો થવો જોઈએ.
4) રાજ્યનાં તે વિસ્તારોમાં પવનો પૂર્વીય દિશાના થવા જોઈએ. સાથે સંપૂર્ણ ભારત મા પવનની દિશા બદલાતી હોઈ છે.
5) ચોમાસું બેસવું એટલે બધે વરસાદ પડવો જ જોઈને એમ નહીં, તેવી જ રીતે ચોમાસું વિદાય એટલે બધી જગ્યા પરથી વરસાદ ઓછો થઈ જવો એમ નહીં.
સૌથી પહેલાં ક્યાંથી ચોમાસાની વિદાય ચાલુ થાય?
સૌથી પહેલા ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને સૌથી છેલ્લે ચોમાસુ રાજસ્થાનમાં પહોંચતું હોય છે. જ્યારે સૌથી પહેલા ચોમાસાની વિદાય રાજસ્થાન માંથી થાય છે અને સૌથી છેલ્લે ચોમાસાની વિદાય કેરળ માંથી થાય છે.
રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય થાય એટલે તરત જ પાંચથી દસ દિવસના ગાળામાં ગુજરાતના કચ્છ માંથી સૌથી પહેલા ચોમાસાની વિદાય ચાલુ થાય છે. જોકે 15 દિવસ નાં ગાળામાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાઈ લઇ લેતું હોઈ છે.
ગુજરાતમાં કચ્છમાંથી ચોમાસાની સૌથી પહેલા વિદાય ચાલુ થાય ત્યાર પછી 10થી 15 દિવસના ગાળામાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જાય છે. એટલે કે સૌથી પહેલા કચ્છમાંથી ત્યાર બાદ ઊત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ત્યાર પછી મધ્ય-દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી અને ત્યાર પછી છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય છે.
જોકે આ વર્ષે હજી ખાનગી સંસ્થા skymet અને હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાય માટેની official કોઈપણ તારીખ જાહેર કરવામાં નથી આવી. કેમ કે મધ્ય ભારત સાથે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ ચોમાસાની ગતિવિધિ વધારે એક્ટિવ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સિસ્ટમ અને અનુકૂળ વાતાવરણ બની રહ્યું હોવાને કારણે હજી કોઇ જાહેરાત કરવામાં નથી આવી. હવામાન ખાતાને ચોમાસા વિદાય માટેનાં પરિબળો જોવા મળશે ત્યારે જ ચોમાસા વિદાય માટેની ઓફિસિયલ તારીખ જાહેર કરશે.
સામાન્ય રીતે 1સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. વેધર મોડલ મુજબ આ વર્ષે ચોમાસુ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિદાય લે તેવું જણાતું નથી. આપ સૌ જાણો છો કે છેલ્લા બે વર્ષથી ચોમાસું મોડું વિદાય લઈ રહ્યું છે. તેવી જ રીતે આ વર્ષે પણ સાત ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર વચ્ચે ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ રહેલી છે.
ચોમાસા વિદાય માટેની official તારીખ હવામાન અને Skymet દ્વારા જાહેર કરવામાં આવશે એટલે અમે તે માહિતી Khissu Aplication નાં માધ્યમથી આપના સુધી પહોંચાડી દેશું. માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.