Top Stories
khissu

official જાહેરાત/ હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી, જાણો ક્યાં વરસાદ અને ક્યાં વિદાય?

નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ પર છે. નવરાત્રિમાં વરસાદનો કોઇ ખતરો રહેતો નથી. ખેલૈયાઓને નવરાત્રીમાં વરસાદ નડશે નહીં.

આજથી Official જાહેરાત થઇ?
હવામાન વિભાગે પોતાની ઓફિસિયલ વેબસાઈટ પર આજથી એટલે કે ૬ ઓક્ટોબરથી ચોમાસાના વિદાયની જાહેરાત કરી દીધી છે. આજે રાજસ્થાન સાથે ઉત્તર ગુજરાત લાગુ કચ્છ જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે આવનાર 15 દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઇ રહ્યું છે. વિદાય માટેનાં ચોક્કસ ચિન્હો હાલમાં આકાશમાં જોવા મળી રહ્યા છે. જેવા કે રાત્રિના પહેલા પ્રહર સુધી વરસાદનું જોર સામાન્ય રહેતુ હોય છે. મેઘરવો આવતો બંધ થતો હોય છે. જે પવનથી વરસાદ આવતો હોય, તેજ પવનથી ઝાકળ આવવા મડે છે. વાદળાં અલોપ થઈ જાઈ અને પાણી સામાન્ય રીતે ઓસરવા મડે. જ્યાં સુધી પૂર્વનો પવન ચોખ્ખો ન થાય ત્યાં સુધી થોડા ઘણા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ વિદાય લઈ શકે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

Wether મોડેલ મુજબ વરસાદ શકયતાં?
વેધર મોડેલો મુજબ આવનારા દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી-ભારે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. અરબી સમુદ્રમાં નબળી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ગુજરાતમાં 8, 9, 10 અને 11 તારીખ દરમિયાન સામાન્ય હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે.

જોકે આજથી ફરી અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, વાપી, વલસાડ સુરત જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. આવનારા દિવસોમાં હજી વધારો થઈ શકે છે. 6 તારીખે અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં બપોર બાદ સામાન્ય હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. 

આજે અમદાવાદ જીલ્લામાં પડ્યો વરસાદ?
અમદાવાદમાં નવરાત્રીનાં એક દિવસ પહેલા જ કડાકા-ભડાકા સાથે અને જોરદાર પવન સાથે વરસાદ વરસાદનું આગમન થયું છે. રાણીપ, ઓઢવ, પાલડી, શાહીબાગ, એસ.જી.હાઈવે, જમાલપુર, લાલ દરવાજા સાથે ગાંધીનગરમાં પણ વરસાદ જોવા મળ્યો છે. આવનારા ત્રણ કલાક સુધી હજુ વરસાદની શક્યતાઓ છે.