નાફેડ દ્વારા ચણાની ખરીદી અમુક રાજ્યોમાં શરૂ થઈ ગઇ છે. કેન્દ્ર સરકારે આ વર્ષે અલગ - અલગ રાજ્યોમાંથી 34.27 લાખ ટનની ખરીદી કરવાની મંજૂરી આપી દીધી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી ચણાની ખરીદી એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવશે. પરંતુ ટેકાના ભાવે ખરીદી થવાથી આ વખતે નાફેડ નો લક્ષ્યાંક ઓછો થશે તેવી શક્યતાઓ કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે આ વખતે ચણાની સૌથી વધુ ખરીદીનો લક્ષ્યાંક મધ્યપ્રદેશ રાજ્ય ઉપર રાખ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી આ વખતે 14.50 લખમ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે અને રાજસ્થાન રાજ્યમાંથી 6.15 લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી 6.17 લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં થોડા સમય પહેલા વરસાદ પડવાના કારણે ખરીદીનું કામ મોડું શરૂ થયું છે.
ગયા વર્ષે નાફેડે 24 લાખ ટનની આજુબાજુ ટેકાના ભાવે ખરીદી કરી હતી, પણ આ વખતે તેના કરતા વધુ ખરીદીનો લક્ષ્યાંક છે. ચણાના ભાવ વધશે તો સરકારી ખરીદીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. બીજી બાજુ સરકારી એજન્સીઓ પણ ખેડૂતો પાસેથી ચણાની ખરીદી ખુબ જ ઓછી કરી રહ્યા છે.
નાફેડ દ્વારા ચણાની ખરીદી માટે ઉત્તરપ્રદેશ માંથી 14.50 લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક છે. કર્ણાટક માંથી 1.47 હજાર ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. ગુજરાત રાજ્યમાંથી 1.59 લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. તેલંગાણા રાજ્ય માંથી 51 હજાર ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. બિહાર માંથી 14 ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતની શરૂ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ નીચે મુજબ રહ્યા છે. જેમાંથી હિંમતનગર અને ખંભાત માર્કેટ યાર્ડમાં ચણાનો સૌથી ઉંચો ભાવ રૂપિયા 933 બોલાયો હતો.
હવે જાણી લઈએ આજના (27/03/2021, શનિવાર) ચણાના ભાવ
માણાવદર :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 880
ધોરાજી :- નીચો ભાવ 756 ઉંચો ભાવ 891
કોડીનાર :- નીચો ભાવ 600 ઉંચો ભાવ 898
મહુવા :- નીચો ભાવ 789 ઉંચો ભાવ 911
તળાજા :- નીચો ભાવ 655 ઉંચો ભાવ 907
પાલીતાણા :- નીચો ભાવ 790 ઉંચો ભાવ 890
વિસાવદર :- નીચો ભાવ 723 ઉંચો ભાવ 785
હિંમતનગર :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 933
ખંભાત :- નીચો ભાવ 870 ઉંચો ભાવ 933
બાવળા :- નીચો ભાવ 903 ઉંચો ભાવ 917
દાહોદ :- નીચો ભાવ 930 ઉંચો ભાવ 930