Top Stories
khissu

3થી 15 ઈંચ વરસાદ અને અતિવૃષ્ટિને લઈને નવી 7 મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા

નક્ષત્રો અને ગ્રહોની ચાલને આધારે આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આજે ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહીમાં અતિવૃષ્ટિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતમાં ભારે અને સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે.

આજે કરેલ અંબાલાલ પટેલની નવી આગાહી?
1) 9 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે.

2) 11 અને 12 જુલાઈ સુધીમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

3) 13 થી 20 જુલાઈ રાજ્યભરમાં અતિવૃષ્ટિ થશે.

4) અતિવૃષ્ટિમાં 3થી 15 ઈંચ સુધી વરસાદની સંભાવના જણાવી છે.

5) દરિયાકાંઠેના વિસ્તારોમાં ભારે વરસાદ ની આગાહી જણાવી છે.

6) ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.

7) વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે. પાટણ, સાબરકાંઠા માં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ કાકા ગઈ કાલે ફરી એક વખત વરસાદની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૬ જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વરસાદના સંજોગો ઉજળા બનશે. ગુજરાત રાજ્યમાં ૮ જુલાઈથી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. ૯ થી ૧૨ જુલાઇ દરમિયાન વરસાદી વાતાવરણ બનશે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ભાગોમાં 13 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 10 જુલાઈ પછી અરબી સમુદ્ર અને બંગાળનાં ઉપસાગરમાં લો-પ્રેશર બનાવવાનું ચાલુ થશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય બની ચૂકયું છે પરંતુ હવે આવનારા દિવસોમાં સારો વરસાદ થાય એવા સંકેતો મળી રહ્યા છે. ચોમાસાની સિઝન હોવાને કારણે વાતાવરણ બદલતા વાર નથી લાગતી અને પ્રબળ પરિબળો માત્ર એક જ દિવસમાં બની જતા હોય છે અને આગાહી કરતાં ઘણી વખત વહેલો પણ જોવા મળી જતો હોય છે.

વેધર ફોરકાસ્ટની આગાહી સાથે ગુજરાતના અંબાલાલ પટેલે પણ 13 જુલાઈ પછી સારા વરસાદના સંકેતો આપ્યા છે. સાથે પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પણ આગાહીનાં દિવસોમાં જોવા મળશે. જે નક્ષત્રમાં પણ પવન સાથે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. આ વર્ષે અખાત્રીજના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. 

હવામાન વિભાગે પણ આગાહી કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યોમાં વરસાદ નું પ્રમાણ નહિવત્ જોવા મળ્યું હતું અને ખેડૂતોના પાકને ભારે નુકસાન ની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે હવામાન ખાતાએ ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ૧૦ જુલાઈથી વરસાદી માહોલ જોવા મળશે.

1) ૧૦ જુલાઈથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

2) દક્ષિણ ગુજરાતમાં ૧૧થી ૧૩ જુલાઇ દરમિયાન સારો વરસાદ પડશે.

3) બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદમાં વધારો થશે.

4) આખરે હવામાન વિભાગે વરસાદને લઇને ફરી એક વખત ગુજરાત રાજ્યમાં આગાહી કરી છે.

વરસાદ આગાહીની માહિતી અમે સમયસર આપની સમક્ષ Khissu ની Application દ્વારા પહોંચાડવા નો પ્રયત્ન કરીએ છીએ સાથે અમારું પોતાનું અનુમાન (પૂર્વાનુમાન, વરસાદ વાવડ, વરસાદ હકીકત વગેરે) આપને જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.