અંબાલાલ પટેલે ફરીથી એક નવી આગાહી કરી છે. આ વખતે અંબાલાલે વાત કરી કે 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભયંકર રીતે જોવા મળવાની છે.
વિગતે વાત કરીએ તો અંબાલાલનું કહેવું છે કે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે. 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં પણ જોવા મળશે.
અંબાલાલની આગાહીમાં આગળ વાત કરવામાં આવી કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 100 ટકા જોવા મળવાની છે. અંબાલાલે વધારે વાત કરતાં જણાવ્યું કે આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે.