જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, HDFC બેંક દ્વારા કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા નિયમો 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. નવા ફેરફારો મુજબ, HDFC બેંકે SmartBuy પ્લેટફોર્મ પર Apple ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે.
આ સિવાય બેંક દ્વારા કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. અગાઉ તમે એક ક્વાર્ટરમાં એપલના ઘણા ઉત્પાદનો ખરીદી શકતા હતા. આ ફેરફાર Smartbuy પ્લેટફોર્મ પર લાગુ થશે
HDFC બેંકની વેબસાઈટ અને HDFC બેંક SmartBuy પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, Apple પ્રોડક્ટ્સ મેળવવા માટે રિવોર્ડ પોઈન્ટ્સનું રિડેમ્પશન પ્રતિ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે.
આ ફેરફાર 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે કેલેન્ડર ક્વાર્ટર એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર, ઓક્ટોબરથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી માર્ચ સુધીના હોય છે. આ માત્ર Infinia અને Infinia મેટલ કાર્ડ્સ પર લાગુ થાય છે.
તનિષ્કના વાઉચર માટે આ નિયમ
HDFC બેંકે કહ્યું કે જો તમે HDFC બેંક SmartBuy પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તનિષ્ક વાઉચર્સ મેળવવા માંગતા હો, તો આ માટે તમે દર ત્રણ મહિને માત્ર 50,000 રિવોર્ડ પોઈન્ટ્સનો ઉપયોગ કરી શકો છો.
એક ક્વાર્ટરમાં તનિષ્ક વાઉચર ખરીદવા માટે તમે આનાથી વધુ પોઈન્ટનો ઉપયોગ કરી શકતા નથી. આ નિયમ 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. પરંતુ આ નિયમ ફક્ત Infinia અને Infinia Metal કાર્ડ પર જ લાગુ થશે. જો તમારી પાસે આમાંથી કોઈ કાર્ડ છે તો તમે આ નિયમ હેઠળ આવશો.
અગાઉ એચડીએફસી બેંકે પણ 1લી ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા. 1 ઓગસ્ટથી અમલમાં આવેલા ફેરફારોમાં HDFC બેંકે ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા.
આ ફેરફારો અનુસાર, CRED, Cheq, MobiKwik અને Freecharge જેવી એપ્સ દ્વારા ભાડાની ચુકવણી પર, વ્યવહારની રકમ પર 1% ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ વધુમાં વધુ 3000 રૂપિયા સુધી જ રહેશે.