Ambalal Patel rain Agahi: 26 અને 30 જુલાઈ અને 7 ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે. 26,30 તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગર માં કંઈક અંશે સિસ્ટમ બની રહે છે જે ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. 26 તારીખથી ઉત્તર ગુજરાતમાં વરસાદ નું જોર વધશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદે ભુકા કાઢ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે. હવે ઉત્તર ગુજરાત માં પણ બધે પાણી પાણી થઈ જશે.
7 મી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં છે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં વરસાદ આવશે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂર્ણ સ્થિતિ સર્જાશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર લો-પ્રેસર ભારે વરસાદ લાવી શકે છે જેમાં ખાસ કરીને જુનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ પડશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. સાથે પંચમહાલના ભાગો એની સાથે ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત કચ્છ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હિંદ મહાસાગર તરફ હાલમાં પણ વાદળનો જમાવટ થશે તેમ જ પેસિફિક મહાસાગર ઉપર વાદળો નથી, જ્યારે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નથી અને બંગાળના સાગરનું વહન પણ સક્રિય થઈ રહ્યું નથી, આમ વાયુમંડળમાં atmospheric વેવ નબળી છે. તેમ છતાં આગમી દિવસોમાં સિસ્ટમ બનશે અને ભારે વરસાદ આવશે.