મગફળીની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલનાં ભાવ આજે સ્ટેબલ રહ્યાં હતાં. ઈન્ડોનેશિયા દ્વારા પામતેલની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છત્તા સરેરાશ બજારમાં તેની અસર આજે ખાસ જોવા ન મળી હોવાથી મગફળીની બજારમાં પણ રિયેક્શન નહોંતું. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ ઉપર મગફળીની બજારનો મોટો આધાર રહેલો છે.
આ પણ વાંચો: જાણો PM કિસાનના 11મા હપ્તાનું મોટું અપડેટ, હવે શરૂ થઈ ગઈ છે આ સુવિધા
રાજ્યભરમાં તેમજ સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના પાકના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ન હતા. જેને લઈને ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ડુંગળીની ખેતી કરતા ખેડૂતોએ આ અંગે સરકાર સમક્ષ સહાય માટે રજૂઆત કરી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ડુંગળી પકવતા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે અનેક વાર ધુમ્મસ અને ઝાકળ ભર્યા વાતાવરણના કારણે ડુંગળીના પાકમાં ઘણુ નુકસાન સહન કરવું પડ્યું છે. જેને લઈ ચાલુ વર્ષે ડુંગળીના પાકમાં ઓછો ઉતારો આવ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા કિલોએ વધારે રૂપિયાની સહાય કરવામાં આવે તેવી માંગ છે.
આ પણ વાંચો: રાશન કાર્ડ ધરાવનારાઓ માટે મોટા સમાચાર, જલ્દી કરો આ કામ, નહીં તો રાશન નહીં મળે
ખાતરના ભાવમાં સબસડી:
કેબિનેટે ખાતર સબસિડી વધારવાની મંજૂરી આપી છે. સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટેની સબસિડી રૂ. 21,000 કરોડથી વધારીને રૂ. 61,000 કરોડ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશના 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ સાથે કેબિનેટે પીએમ સ્વાનિધિ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજનામાં ખેડૂતોને કોલેટરલ ફ્રી લોન મળે છે. લાખો વિક્રેતાઓએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો છે
કેન્દ્રીય કેબિનેટે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી ખરીફ સિઝન માટે ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો માટે પોષક-આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. કેબિનેટે રૂ. 60,939.23 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી પર કેન્દ્રનો ખર્ચ રૂ. 2.10 થી 2.30 લાખ કરોડની રેન્જમાં ઊંચો હોવાનો અંદાજ છે. અહેવાલો અનુસાર, ખાતર સબસિડી પર એક વર્ષમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ હશે. FY2023 ના બજેટમાં ખાતર સબસિડી માટે માત્ર રૂ. 1.05 લાખ કરોડનો અંદાજ હતો.
હવે જાણી લઈએ આજના બજાર ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | આવક | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|---|
કપાસ બીટી | 2020 | 1740 | 2525 |
ઘઉં લોકવન | 500 | 437 | 486 |
ઘઉં ટુકડા | 1300 | 450 | 530 |
જુવાર સફેદ | 100 | 375 | 611 |
બાજરી | 30 | 277 | 425 |
તુવેર | 550 | 990 | 1210 |
ચણા પીળા | 0 | 887 | 914 |
અડદ | 150 | 800 | 1375 |
મગ | 100 | 1082 | 1314 |
વાલ દેશી | 50 | 950 | 1850 |
ચોળી | 20 | 980 | 1640 |
વટાણા | 775 | 905 | 1350 |
કળથી | 20 | 850 | 980 |
સિંગદાણા | 20 | 1710 | 1780 |
મગફળી જાડી | 0 | 1025 | 1335 |
મગફળી ઝીણી | 0 | 1011 | 1280 |
સુરજમુખી | 150 | 1050 | 1320 |
એરંડા | 1050 | 1290 | 1381 |
અજમા | 40 | 1550 | 2000 |
સોયાબીન | 250 | 1350 | 1438 |
લસણ | 435 | 190 | 540 |
ધાણા | 330 | 2220 | 2290 |
વરીયાળી | 900 | 1625 | 2025 |
જીરું | 720 | 3300 | 4056 |
રાય | 500 | 1040 | 1358 |
મેથી | 1400 | 930 | 1250 |
ઇસબગુલ | 20 | 2000 | 2300 |
રાયડો | 700 | 1080 | 1275 |
ગુવારનું બી | 50 | 1150 | 1180 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 400 | 440 |
બાજરી | 370 | 435 |
ઘઉં | 400 | 486 |
મગ | 850 | 1247 |
અડદ | 800 | 1070 |
તુવેર | 820 | 1090 |
ચોળી | 1000 | 1150 |
મેથી | 900 | 1220 |
ચણા | 800 | 1014 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
મગફળી જાડી | 1050 | 1268 |
એરંડા | 1275 | 1385 |
રાયડો | 1100 | 1250 |
લસણ | 70 | 500 |
કપાસ | 1800 | 2300 |
જીરું | 2740 | 4020 |
અજમો | 1600 | 2800 |
ધાણા | 1400 | 2250 |
ધાણી | 1500 | 2400 |
મરચા | 640 | 3000 |
કલ્નજી | 2000 | 2900 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી ઝીણી | 1000 | 1250 |
મગફળી જાડી | 1105 | 1325 |
કપાસ | 1800 | 2500 |
જીરું | 2500 | 4031 |
એરંડા | 1300 | 1390 |
તુવેર | 1050 | 1206 |
ધાણા | 2050 | 2351 |
ઘઉં | 400 | 500 |
બાજરો | 250 | 286 |
મગ | 1250 | 1381 |
ચણા | 850 | 900 |
અડદ | 600 | 1216 |
રાયડો | 1100 | 1276 |
મેથી | 1050 | 1136 |
સોયાબીન | 1200 | 1401 |
સુરજમુખી | 900 | 1276 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | સામાન્ય ભાવ |
---|---|---|---|
કપાસ | 1901 | 2531 | 2251 |
ઘઉં | 420 | 516 | 482 |
જીરું | 2201 | 4021 | 3711 |
એરંડા | 1216 | 1406 | 1386 |
તલ | 1971 | 1971 | 1971 |
રાયડો | 1000 | 1261 | 1201 |
ચણા | 821 | 901 | 881 |
મગફળી ઝીણી | 950 | 1416 | 1211 |
મગફળી જાડી | 840 | 1411 | 1241 |
ડુંગળી | 26 | 191 | 111 |
સોયાબીન | 1291 | 1441 | 1416 |
ધાણા | 1301 | 2501 | 2241 |
તુવેર | 701 | 1251 | 1081 |
મગ | 1001 | 1361 | 1221 |
મેથી | 500 | 1141 | 1031 |
રાઈ | 800 | 1191 | 1151 |
મરચા સુકા | 851 | 4401 | 2301 |
ઘઉં ટુકડા | 440 | 561 | 496 |
શીંગ ફાડા | 1301 | 1751 | 1661 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 432 | 484 |
ઘઉં ટુકડા | 450 | 486 |
ચણા | 750 | 916 |
અડદ | 1000 | 1249 |
તુવેર | 1000 | 1249 |
મગફળી ઝીણી | 1000 | 1236 |
મગફળી જાડી | 950 | 1286 |
સિંગફાડા | 1100 | 1565 |
તલ | 1500 | 1928 |
જીરું | 2600 | 3050 |
ધાણા | 1800 | 2410 |
મગ | 1000 | 1350 |
સોયાબીન | 1200 | 1520 |
મેથી | 700 | 1040 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1700 | 2200 |
ઘઉં | 460 | 570 |
મગફળી ઝીણી | 910 | 1240 |
જીરું | 2380 | 4100 |
બાજરો | 350 | 350 |
એરંડા | 1200 | 1377 |
રાયડો | 1216 | 1252 |
ચણા | 650 | 892 |
તુવેર | 900 | 1112 |
અડદ | 650 | 992 |
મેથી | 700 | 1000 |
રાઈ | 1000 | 1321 |
સુવા | 1200 | 1254 |
ડીસા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
એરંડા | 1415 | 1445 |
રાયડો | 1251 | 1391 |
ઘઉં | 455 | 661 |
બાજરો | 385 | 494 |
રાજગરો | 1560 | 1670 |
જીરું | 2300 | 3626 |
સુવા | 1460 | 1491 |
ઇસબગુલ | 2350 | 2350 |
ર.બાજરો | 421 | 451 |
તમાકુ | 950 | 1655 |