khissu

હવે હેકર્સ તમારા ખાતામાંથી પૈસા કાઢી પણ લેશે તો તમારા પૈસા બેંક આપશે, તો હવે થઈ જાઓ ટેન્શન ફ્રી

આજકાલ એવા ઘણા કેસ જોવા મળે છે કે જેમાં હેકર્સ બેંક એકોઉન્ટ હેક કરી પૈસા ચોરી લેતા હોય છે અને આ અંગે બેન્ક જવાબદારી લેવાના બદલે તમારી માહિતી સાચવી રાખવાની સૂચના આપે છે. પરંતુ હવે એવું નહીં બને હવેથી જો કોઈ હેકર્સ તમારા ખાતામાંથી પૈસા ચોંરી લે તો તેના માટે બેંક જવાબદાર રહેશે.


જી હા મિત્રો, NCC (નેશનલ કન્ઝ્યુમર કમિશન) દ્વારા એક ખુબજ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે મુજબ હવે જો કોઈ હેકર્સ કે અન્ય કોઈ દ્વારા ગ્રાહકના ખાતામાંથી પૈસા કાઢવામાં આવે તો તે માટે બેન્ક જ જવાબદાર રહેશે. 


આ અંગે હાલ જ એક કેસ થયો હતો જેમાં એક મહિલાના ક્રેડિટ કાર્ડ ને હેક કરી તેમાંથી પૈસા ચોર્યા હોવાનો દાવો કર્યો હતો. આ માટે મહિલાએ HDFC બેન્કને રજુઆત કરી છતાં કોઈ ધ્યાન અપાયું નહીં અને છેવટે બેન્કે કોર્ટને અરજી કરી હતી. જજે અરજીને ફગાવતા આદેશ કર્યો હતો કે બેંક પીડિતને 4.46 લાખ રૂપિયા 12% ના વ્યાજ સાથે પરત કરે. આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ 40 હજાર રૂપિયા અને કેસના ખર્ચ બદલ 5 હજાર રૂપિયા પરત કરવા કહ્યું.


24 ડિસેમ્બર 1986 ના રોજ દેશમાં પ્રથમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ 1986 પાસ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમાં સુધારા કરી હાલ 2019માં વધુ અસરકારક બનાનવવમાં આવ્યું. 2019માં મોદી સરકારે નવું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019માં લાગુ કર્યો હતો.