દેશમાં હાલ ઘણી એવી સ્મોલ સેવિંગ્ યોજનાઓ શરૂ છે. જેમાં તમને ઓછા રોકાણ વધુ નફો મેળવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દરેક વર્ગના લોકો માટે યોજનાઓ શરૂ કરી છે. ભલે પછી તે ખેડૂત હોય કે મિડલ ક્લાસ લોકો હોય. જો તમે તમારી દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત છો તો સુકન્યા સમૃદ્ધિ યોજના તમારા માટે બેસ્ટ ઓપ્શન કહી શકાય. આ યોજનામાં તમારે દીકરીના લગ્ન અને શિક્ષણને લઈને કોઈ ચિંતા રહેશે નહિ.
આ પણ વાંચો: Banking rules: ATMમાંથી ફાટેલી નોટો નીકળે તો ગભરાશો નહીં, નવી નોટો તરત જ મળી જશે
દેશના ઘણા લોકો આ યોજનાઓમાં પૈસા રોકે છે કારણ કે જ્યાં પૈસા સુરક્ષિત છે ત્યાં વળતર પણ સારું છે. નાની બચત યોજનાઓ તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેઓ ઓછા પૈસાનું રોકાણ કરે છે અને ભવિષ્ય માટે સારી કોર્પસ બનાવે છે. આ એવા લોકો છે જેઓ એકસાથે રકમનું રોકાણ કરી શકતા નથી. જો તમે પણ તમારી દીકરીના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે રોકાણ કરવા માંગો છો તો તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં રોકાણ કરવું જોઈએ.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરો બેંક એફડીની તુલનામાં વધુ છે અને અન્ય નાની બચત યોજનાઓની તુલનામાં વધુ સારું વળતર આપે છે. હાલમાં SSYમાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સરકારે આ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
હવે ત્રણ દીકરીઓનું ખાતું પણ ખોલવામાં આવશે
અત્યાર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિનો લાભ માત્ર બે પુત્રીઓના ખાતા પર જ મળતો હતો. ત્રીજી દીકરી હોવા પર ટેક્સમાં કોઈ છૂટ નહોતી. પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કરીને ત્રીજી પુત્રીના ખાતા પર ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. જો એક પુત્રી પછી બે જોડિયા પુત્રીઓ હોય, તો તે બંનેનું ખાતું પણ ખોલી શકાય છે. એટલે કે એક સાથે ત્રણ દીકરીઓના નામે પૈસા જમા કરાવી શકાય છે અને તેના પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે.
વ્યાજ મળતું રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો વર્ષમાં ન્યૂનતમ રકમ જમા ન થાય તો ખાતું ડિફોલ્ટ થઈ જાય છે. અગાઉ, જો એકાઉન્ટ ડિફોલ્ટ થાય તો, જ્યાં સુધી એકાઉન્ટ ફરીથી સક્રિય ન થાય ત્યાં સુધી વ્યાજ મળતું ન હતું, પરંતુ હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો ખાતું ફરીથી સક્રિય ન થાય તો પણ, પાકતી મુદત સુધી લાગુ દરે ખાતામાં જમા થયેલી રકમ પર વ્યાજ મળતું રહેશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારકોની પુત્રી 10 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી તેનું ખાતું ઓપરેટ કરી શકે છે. પરંતુ હવે દીકરીને 18 વર્ષની ઉંમર પછી જ એકાઉન્ટ મેનેજ કરવાનો અધિકાર મળશે. આ પહેલા દીકરીના વાલી આ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં જોરદાર તેજી: જાણો આજનાં કપાસના બજાર ભાવ
એકાઉન્ટ બંધ કરવાના નિયમોમાં ફેરફાર
પહેલા નિયમ હતો કે સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીના મૃત્યુ અથવા સરનામું બદલવા પર બંધ થઈ શકે છે. હવે આમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી હોય તો પણ ખાતું બંધ કરી શકાય છે. એટલું જ નહીં, જો વાલીનું મૃત્યુ થાય છે, તો પાકતી મુદત પહેલા ખાતું બંધ કરી શકાય છે.