કપાસનાં ભાવમાં હાલ સ્થિરતા છે. નવા કપાસની સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧.૧૨ લાખ મણની આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં સરેરાશ નવા કપાસનાં ભાવ સુપર ક્વોલિટીમાં રૂ.૧૬૦૦ થી ૧૭૫૦, એવરેજમાં રૂ.૧૫૮૦ થી ૧૬૫૦ અને સી ગ્રેડમાં રૂ.૧૩૦૦થી ૧૫૦૦ હતાં.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં મળીને ૧૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૫૦૦થી ૧૬૫૦નાં હતાં. અગ્રણી બ્રોકરો કહે છે કે, હાલ આ ભાવે પડતર ન હોવાથી જીનર્સોમાં ખરીદીને લઇને નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં સુસ્ત માહોલ છે. મહારાષ્ટ્રમાંથી જે કપાસ ઠલવાયો તેમાં પ્રતિ મણે ક્વોલિટી મુજબ રૂ.1400-1600 અને કાઠિયાવાડના કપાસમાં રૂ.1600-1750ના ભાવે કામકાજ થયા હતા.
મહારાષ્ટ્રના કપાસમાં ભેજનું પ્રમાણ ખાસ્સુ જોવા મળી રહ્યું છે. હાલ મોટાભાગની જીનોમાં કામકાજ બંધ છે, દર વખતે નવરાત્રી દરમિયાન છૂટી છવાઇ જીનોમાં કામકાજ શરૂ થઇ જતું હોય છે, પરંતુ આ વખતે કપાસના ઊંચા ભાવ અને ક્વોલિટી પણ નબળી હોઇ, જીનર્સો આ ભાવે ખરીદી કરવા રાજી નથી. બજારના આંતરિક સૂત્રો એવું પણ કહે છે કે, મહારાષ્ટ્રમાંથી જે કપાસ આવી રહ્યો છે તેમાં હવાનું પ્રમાણ અત્યારે જે 60-80 ટકા છે તે ઘટી જાય ક્વોલિટી સુધરે અને ભાવમાંથી રૂ.100-150 નીકળી જાય એટલે કે, તે કપાસ રૂ.1500 આસપાસ થઇ જાય તો સંભવતઃ જીનર્સોની લેવાલી નીકળે તેવી શક્યતા છે.
હાલ આ ભાવે ભેજયુક્ત કપાસ લેવામાં કોઇને રસ નથી. દરમિયાન શરદ પૂનમ બાદ જીનિંગ મીલો ફરી ધમધમવા લાગશે અને પરપ્રાંતમાંથી કાચા કપાસની આવકોનું પ્રમાણ પણ ખાસ્સુ વધી જશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.
હવે જાણી લઈએ 04 સપ્ટેમ્બર 2022 ને મંગળવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1590 | 1800 |
અમરેલી | 1000 | 1801 |
ગોંડલ | 1001 | 1801 |
જસદણ | 1300 | 1780 |
મહુવા | 900 | 1765 |
ભાવનગર | 1325 | 1690 |
હારીજ | 1611 | 1772 |
બોટાદ | 1500 | 2101 |
જામજોધપુર | 1350 | 1786 |
બાબરા | 1620 | 1820 |
જામનગર | 1400 | 1785 |
વાંકાનેર | 1250 | 1755 |
મોરબી | 1501 | 1831 |
હળવદ | 1401 | 1768 |
લાલપુર | 1445 | 1764 |
ધનસુરા | 1600 | 1750 |
વિજાપુર | 1600 | 1830 |
ગોજારીયા | 1435 | 1725 |
મિત્રો, આવી જ માહિતી તેમજ ટ્રેન્ડીંગ ન્યુઝ વાંચવા અમારા ફેસબુક પેજને ફોલો કરો તેમજ khissu એપ્લીકેશન ને ડોઉંનલોડ કરી લો જેથી તમને આવી માહિતી મળતી રહે.