હવે ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, નવા વર્ષથી લાગુ થશે ચાર્જ

હવે ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, નવા વર્ષથી લાગુ થશે ચાર્જ

આગામી મહિનાથી એટલે કે વર્ષ 2022થી ATMમાંથી રોકડ ઉપાડવી મોંઘી થઈ જશે. જી હા મિત્રો… હવે રોકડ ઉપાડવી વધુ મોંઘી થવા જઈ રહી છે. ગ્રાહકના એટીએમમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડ્યા પછી બેંકો ચાર્જ વસૂલી શકે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક અથવા અન્ય બેંકના એટીએમમાં ​​મફત મર્યાદાથી વધુ નાણાકીય વ્યવહારો પર રૂ. 21 રૂપિયા લાગશે. આ સુધારેલા દરો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

આવતા મહિનાથી, જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને વટાવે છે તો તેણે 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. આરબીઆઈએ કહ્યું હતું કે વધારે ઇન્ટરચેન્જ ચાર્જ અને સામાન્ય ખર્ચમાં વધારાને કારણે તેણે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારીને 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે.

મફત ATM રોકડ ઉપાડ
ગ્રાહકો દર મહિને તેમની પોતાની બેંકના એટીએમમાંથી 5 મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો) કરી શકશે. તેઓ મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રોમાં પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે. આ સિવાય આરબીઆઈએ બેંકોને તમામ કેન્દ્રોમાં નાણાકીય વ્યવહારો માટે રૂ. 15 થી રૂ. 17 પ્રતિ ટ્રાન્ઝેક્શન અને બિન-નાણાકીય વ્યવહારો માટે રૂ. 5 થી વધારીને રૂ. 6 કરવાની મંજૂરી આપી છે.

ઈન્ટરચેન્જ ફીના નવા નિયમો 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યા છે
ગ્રાહકો તેમની પોતાની બેંક એટીએમમાંથી દર મહિને પાંચ મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) માટે પાત્ર બનવાનું ચાલુ રાખશે. તેઓ મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રો પર પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે.