ડુંગળીની બજારમાં તેજી કે મંદી? બીજી માર્કેટ યાર્ડો ક્યારે ખુલશે? ભાવ વધશે કે ઘટશે? જાણો આજનાં બજાર ભાવ

ડુંગળીની બજારમાં તેજી કે મંદી? બીજી માર્કેટ યાર્ડો ક્યારે ખુલશે? ભાવ વધશે કે ઘટશે? જાણો આજનાં બજાર ભાવ

ડુંગળીની બજારમાં ભાવ સ્થિર થઈ ગયા છે. ગુજરાતમાં હાલ એક માત્ર મહુવામાં જ ડુંગળીની હરાજી ચાલુ છે, એ સિવાયનાં તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી બંધ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આગળ જતા ભાવ વધશે કે ઘટશે તે અંગે હાલ અનિશ્ચિતતા વધારે છે. 

કોરોના વાયરસની સ્થિતિ હજી એક મહિનો હળવી થાય તેવું લાગતી નથી. જૂન મહિનાથી સ્થિતિ સામાન્ય બનશે તો ત્યારબાદ ડુંગળીની બજારમાં સુધારો આવી શકે છે. હાલ તમામ સેન્ટરમાં આવકો ખાસ થતી નથી અને મોટા ભાગનાં યાર્ડો બંધ પડ્યાં છે. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, રાજસ્થાન કે પછી મધ્યપ્રદેશમાં મંડીઓ બંધ જ પડી છે અને વેપારીઓને વેપાર કરવામાં કોઈ રસ નથી, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આગળ જતાં ભાવ ઘટે તેવા ચાન્સ હાલ દેખાતા નથી, પંરતુ ડુંગળીના ભાવ વધવાનાં ચાન્સ પણ નથી. એક વાર કોરોના કેસ ઓછા થશે ત્યારબાદ ધીમી ગતિએ હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ થશે તો ડુંગળીની બજારમાં સુધારો આવી શકે છે. પરિણામે ખેડૂતોએ સારી ડુંગળી સ્ટોર કરી રાખવી અને નબળી ડુંગળી બજારમાં વેચી દેવી જોઈએ તેમાં જ સરવાળે ફાયદો છે.

મહુવામાં તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારની વાત કરીએ તો લાલ ડુંગળીની ૩૯ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂપિયા 90 થી 211 સુધીના બોલાયાં હતા તેમજ સફેદ ડુંગળીની ૯૦ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂપિયા 127 થી 171 સુધીના બોલાયં હતા. હાલ મોટા ભાગના માર્કેટ યાર્ડો કોરોના વાયરસના લીધે બંધ છે.

ગુજરાતમાં મોટા ભાગનાં માર્કેટિંગ યાર્ડો છેલ્લા પંદર દિવસથી બંધ છે અને હજી બીજું એક સપ્તાહ બંધ રાખવાની જાહેરાત પણ અનેક યાર્ડોએ કરી દીધી છે, જે યાર્ડોએ જાહેરાત કરી નથી તે યાર્ડો પણ બીજી મે સુધી સંભવિત બંધ જ રહે તેવી સંભાવનાં છે. કોરોનાનાં આ વેવમાં રાક્ષસરૂપી આ રોગે અનેક વેપારીઓનો પણ જીવ લીધો હોવાથી હવે વેપારીઓ કોઈ પણ ભોગે યાર્ડો ચાલુ કરવાનાં મૂડમાં નથી. અનેક શહેરમાં તો સ્વૈચ્છીક લોકડાઉન પણ લાગી ગયા હોવાથી વેપારીઓ યાર્ડો ચાલુ કરવાનાં મૂડમાં નથી. ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમરેલી સહિતનાં અનેક મોટા યાર્ડો બીજી મે સુધી બંધ રાખવાનાં મુડમાં છે. હાલ વેપારીઓ દ્વારા જ યાર્ડને રજૂઆત કરવામાં આવી રહી હોવાથી યાર્ડો પણ તેમાં સહમત છે. તેમજ જો બીજી મે સુધીમાં પરિસ્થિતી સુધરશે તો જ માર્કેટ યાર્ડો ખોલવામાં આવશે, પરંતુ જો પરિસ્થિતી ખરાબ હશે તો માર્કેટ યાર્ડમાં આ રજાઓ લંબાવવામાં આવશે તેવી સંભાવના રહેલી છે.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડો ખુલતા કેવા રહેશે એરંડાના ભાવ? આગળ જતા એરંડાના ભાવ રૂ. 1500 થશે? જાણો આજની ચાલુ માર્કેટ યાર્ડના ભાવ

તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારના ચાલુ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં અને સુરતમાં રૂ. ૩૦૦ બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૧૭૧ બોલાયો હતો.

તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 90 થી ઉંચો 211
અમદાવાદ :- નીચો ભાવ 100 થી ઉંચો 200
સુરત :- નીચો ભાવ 90 થી ઉંચો 300
દાહોદ :- નીચો ભાવ 120 થી ઉંચો 300

તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 127 થી ઉંચો 171