એક સપ્તાહ દરમિયાન દરમિયાન યાર્ડો બંધ રહેવાનાં હોવાથી ડુંગળીની આવકો પણ બંધ રહેશે, પરિણામે એ સમયગાળા દરમિયાન માંગ સારી રહેવાને કારણે ભાવ વધી શકે છે. ખેડૂતોએ ગામડે બેઠા સારા ભાવ મળે તો વેચાણ કરી દેવું જોઈએ. સફેદમાં ઘટાડાની શક્યતાઓ ઓછી છે. લાલ ડુંગળીના ભાવ હજી મણે રૂ. ૨૫ થી ૪૦ ઘટી શકે છે, પરંતુ હાલ બહુ મોટો ઘટાડો દેખાતો નથી. લાલ ડુંગળીની આવકો ખૂબ જ સારી હોવાથી અને હજી આવકો થોડા દિવસ વધવાની ધારણાં છે.
નાશીકમાં પણ લાલની આવકો સારી છે, જેને પગલે સરેરાશ લાલનાં ભાવ થોડા ઘટી શકે છે પંરતુ બહુ મોટો ઘટાડો નથી. ડુંગળીમાં નિકાસ વેપારો ધીમી ગતિએ વધી રહ્યા છે અને હજી નાશીકમાં આવકો વધશે તેમ નિકાસ વધશે, પરિણામે બજારમાં બહુ ભાવ ઘટશે તો નિકાસનો ટેકો મળી જશે.
મહુવામાં લાલ ડુંગળીનાં શુક્રવારે ભાવ રૂ. ૭૦ થી ૨૭૫ બોલાયા હતા અને ૪૫ હજાર ગુણીનાં વેપાર થયા હતા. જ્યારે સફેદની ૭૦ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૫૦ થી ૨૦૭ બોલાયા હતાં. જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીનાં ૨૯ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૨૫ થી ૨૨૧ બોલાયા હતાં.
મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-
(૧) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :- મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ કાંદા વેચાણ માટે લાવતા દરેક ખેડૂત ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે આવતીકાલ તારીખ ૨૨/૩/૨૧ ને રાત્રીના ૯ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી સફેદ કાંદાને પ્રવેશ આપવામાં આવશે. જેની તમામ ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ એ નોંધ લેવી.
(૨) માર્ચ એન્ડિંગની રજાઓ બાબતે જાહેર જાણ :- આથી મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂત ભાઈઓ તથા તમામ વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે કે આગામી માર્ચ એન્ડિંગ માં તારીખ ૨૯/૩/૨૧ સોમવાર થી તારીખ ૩૧/૩/૨૧ બુધવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તેમજ ઓફિસનુ વહીવટી કાર્ય શરૂ રહેશે તેની તમામ વેપારીઓએ નોંધ લેવી. તેમજ તારીખ ૧/૪/૨૧ ગુરુવારથી હરાજી નું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે જેની ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓએ નોંધ લેવી.
તા. ૨૦/૦૩/૨૦૨૧ ને શનિવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૦૭ બોલાયો હતો.
તા. ૨૦/૦૩/૨૦૨૧ને શનિવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 275
ભાવનગર :- નીચો ભાવ 125 ઉંચો ભાવ 221
રાજકોટ :- નીચો ભાવ 80 ઉંચો ભાવ 220
ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 241
અમરેલી :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 180
વડોદરા :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 360
પાલીતાણા :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 300
મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 240
અમદાવાદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 280
સુરત :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 320
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 400
તા. ૨૦/૦૩/૨૦૨૧ને શનિવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 207
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 190
ગોંડલ :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 171
વિસાવદર :- નીચો ભાવ 30 ઉંચો ભાવ 136
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.