ડુંગળીના ભાવમાં ફરી કડાકો : જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ, ખાસ નોટિસ

ડુંગળીના ભાવમાં ફરી કડાકો : જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ, ખાસ નોટિસ

તા. ૧૭/૦૩/૨૦૨૧ ને બુધવારે મહુવામાં લાલ ડુંગળીના ૪૫ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૮૦ થી ૨૭૧ બોલાયાં હતા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ૯૮ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૫૦ થી ૨૦૮ બોલાયા હતા. રાજકોટમાં લાલ ડુંગળીના ૩૮ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૦૦ થી ૨૬૦ બોલાયા હતા. ભાવનગરમાં લાલ ડુંગળીના ૩૮ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૫૦ થી ૨૭૨ બોલાયા હતા. ગોંડલમાં સફેદ ડુંગળીના ૧૯ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૨૧ થી ૧૭૧ સુધી બોલાયાં હતાં. 

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-    

(૧) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :-  મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક લેવાનો સમય આજરોજ સવારનાં ૯/૦૦ કલાક પુરો થઈ ગયેલ છે. તેથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. જેની નોંધ લેવી.

(૨) માર્ચ એન્ડિંગની રજાઓ બાબતે જાહેર જાણ :- આથી મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂત ભાઈઓ તથા તમામ વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે કે આગામી માર્ચ એન્ડિંગ માં તારીખ ૨૯/૩/૨૧ સોમવાર થી તારીખ ૩૧/૩/૨૧ બુધવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તેમજ ઓફિસનુ વહીવટી કાર્ય શરૂ રહેશે તેની તમામ વેપારીઓએ નોંધ લેવી. તેમજ તારીખ ૧/૪/૨૧ ગુરુવારથી હરાજી નું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે જેની ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓએ નોંધ લેવી. 

નોંધ તારીખ ૨૮/૩/૨૧ ને રવિવારની જાહેર રજા છે.

તા. ૧૭/૦૩/૨૦૨૧ ને બુધવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ વડોદરા રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૦૮ બોલાયો હતો. 

તા. ૧૭/૦૩/૨૦૨૧ને બુધવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 80 ઉંચો ભાવ 271

ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 272

રાજકોટ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 260

ગોંડલ :- નીચો ભાવ 81 ઉંચો ભાવ 241 

અમદાવાદ :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 280

અમરેલી :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 210

વિસાવદર :- નીચો ભાવ 42 ઉંચો ભાવ 196 

વડોદરા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 400

જેતપુર :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 246

પાલીતાણા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 280

જસદણ :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 100

મોરબી :- નીચો ભાવ 80 ઉંચો ભાવ 200 

સુરત :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 360

દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 380 

તા. ૧૭/૦૩/૨૦૨૧ને બુધવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 208 

ભાવનગર :- નીચો ભાવ 155 ઉંચો ભાવ 190

ગોંડલ :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 171