khissu

ડુંગળીના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં રૂ. 250-280 નો કડાકો: જાણો આજનાંં બજાર ભાવ

મહુવામાં તા. ૧૧/૦૩/૨૦૨૧ લાલ ડુંગળીની ૪૧ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ .૬૦ થી ૨૮૦ અને સફેદમાં ૮૦ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૧૦૦ થી ૨૯૧ નાં જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં લાલ ડુંગળીના ૨૭ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૫૦ થી ૩૧૬ બોલાયા હતા.

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :- સફેદ કાંદા લાવતાં દરેક ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સફેદ કાંદા ની હાલમાં ખૂબ જ વધુ પ્રમાણમાં આવક હોય, આજરોજ તા. ૧૧/૦૩/૨૦૨૧ સાંજે ૯:૦૦ વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં સફેદ કાંદાને પ્રવેશ મળશે નહીં. તેની દરેક ખેડૂતભાઈઓ/વેપારીભાઈઓ/વાહન ચાલકોને ખાસ જાણ કરવામાં આવે છે.

તા. ૧૦/૦૩/૨૦૨૧ ને બુધવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાલીતાણા, સુરત અને વડોદરામાં રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૯૧ બોલાયો હતો. 

તા. ૧૦/૦૩/૨૦૨૧ને બુધવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 260 

મહુવા :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 280

ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 316

વિસાવદર :- નીચો ભાવ 44 ઉંચો ભાવ 206

જેતપુર :- નીચો ભાવ 85 ઉંચો ભાવ 231

અમરેલી :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 240 

પાલીતાણા :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 400

અમદાવાદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 300 

જસદણ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 332

મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 250 

સુરત :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 400

દાહોદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 340 

વડોદરા :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 400

તા. ૧૦/૦૩/૨૦૨૧ને બુધવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 1૦૦ ઉંચો ભાવ 261 

ભાવનગર :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 163