khissu

ડુંગળીના ભાવમાં ફરી 50-60 નો કડાકો: જાણો આજનાં ચાલુ ડુંગળીના ભાવો

ડુંગળીની બજારમાં હાલ ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. લાલ ડુંગળીનાં ભાવ એક ધારા ઘટી રહ્યા છે, જ્યારે સફેદમાં નિકાસવાર ક્વોલિટીના ભાવમાં બુધવારે રૂ. ૧૦ થી ૨૦નો સુધારો થયો હતો. ડિ-હાઈડ્રેશન કારખાનાઓ નાં વેપારીઓ દ્વારા સફેદ ડુંગળીની ખરીદી કરવાના કારણે બજારમાં ખેડૂતોને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં લાલનાં ભાવ હજી નીચા આવે તેવી શક્યતાઓ છે.

તા.૦૪/૦૩/૨૦૨૧ના રોજ લાલ ડુંગળીની સૌથી વધુ આવક ભાવનગર માર્કેટ યાર્ડમાં ૫૭૯૨૨ ગુણી આવાક થઇ હતી જેના ભાવ રૂ. ૨૫૦ થી ૪૪૪ બોલાયા હતાં. તેમજ મહુવામાં લાલ ડુંગળીની ૫૦૦૦૦ ગુણી આવક સાથે ભાવ રૂ. ૧૨૭ થી ૪૩૨ બોલાયાં હતા. મહુવામાં સફેદ ડુંગળીની ૮૫૦૦૦ ગુણી આવક સાથે ભાવ રૂ. ૧૭૦ થી ૨૫૯ બોલાયાં હતા. બુધવારની સાપેક્ષતાએ ગુરૂવારનાં ભાવમા રૂ. ૪૦ થી ૫૦ નો ઘટાડો થયો હતો.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ માહિતી:

(૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા.૭/૩/૨૧ રવિવાર સાંજના ૬/૦૦ થી રાબેતા મુજબ ( રજાનાં દિવસો સિવાય ) દરરોજ સાંજના ૬/૦૦ થી સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, નકકી કરેલ સમય સિવાય કોઈપણ સંજોગોમાં આવવા દેવામાં આવશે નહી. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

(૨) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક તા.૦૫/૦૩/૨૧ શુક્રવાર સાંજના ૬/૦૦ થી શનિવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે . તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. 

(૩) સફેદ કાંદા હરરાજી અંગે જાહેર જાણ આથી દરેક વેપારીભાઈઓને જાણ કરવામાં આવે છે કે, આવતીકાલ તા.૫/૩/૨૧ ને શુક્રવારના રોજ સફેદ કાંદાની હરરાજી હાઈવે પર આવેલ શનિદેવ પાસેની વાડીમાંથી સવારે ૯:૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. 

સફેદ કાંદાની હરરાજીનો સમય 

          ૯:૩૦ થી ૧:૦૦ હરરાજી 
          ૧:૦૦ થી ૩:૦૦ રિશેષ 
          ૩:૦૦ થી ૫:૦૦ હરરાજી 
ઉપરોકત બાબતની દરેક ખેડૂતભાઈઓ ત્થા વેપારીભાઈઓએ ખાસ નોંધ લેવી
ખાસ નોંધ: સફેદ ડુંગળીની સાથે જો લાલ ડુંગળી લાવશે તો કોઈપણ સંજોગોમાં ઉતારવા દેવામાં આવશે નહી, તેમજ ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી. જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી .

ગઈ કાલે લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 400 

મહુવા :- નીચો ભાવ 127 ઉંચો ભાવ 432
ભાવનગર :- નીચો ભાવ 250 ઉંચો ભાવ 444
ગોંડલ :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 421
વિસાવદર :- નીચો ભાવ 272 ઉંચો ભાવ 336
અમરેલી :- નીચો ભાવ 300 ઉંચો ભાવ 450
મોરબી :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 500
પાલીતાણા :- નીચો ભાવ 320 ઉંચો ભાવ 520
અમદાવાદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 500
સુરત :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 550
વડોદરા :- નીચો ભાવ 300 ઉંચો ભાવ 600

ગઈ કાલે સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

ભાવનગર :- નીચો ભાવ 185 ઉંચો ભાવ 220
મહુવા :- નીચો ભાવ 170 ઉંચો ભાવ 259

તા.૦૫/૦૩/૨૦૨૧ને શુક્રવારના ડુંગળીના ભાવ 

મહુવા:  લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૨૭ થી  ઊંચો ભાવ ૪૧૧   
            સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૨૯૦

ગોંડલ:  લાલ ડુંગળી:- નીચો ભાવ ૧૦૧  થી ઊંચો ભાવ ૩૮૧    

આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત પુત્ર જાણી શકે તે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે Khissu એપ્લીકેશન ડાઊનલોડ કરી લો..