khissu

ડુંગળી નાં ભાવમાં 200-250 નો કડાકો, શું હવે ભાવ વધશે? જાણો આજનાં ચાલુ ભાવો

ડુંગળીના ભાવો ખેડૂતોને ક્યારેક માલામાલ કરી દે તો ક્યારે નીચે પટકી પાડે! તે નક્કી નથી હોતું, બે દિવસ પહેલા ડુંગળીના ભાવ આસમાને હતા પરંતુ બે દિવસની અંદર જ ડુંગળીના ભાવો તૂટી જતા ખેડૂતોને ધ્રાસકો લાગ્યો છે. ડુંગળીના ભાવોમાં બે દિવસની અંદર 200 થી 250 નો કડાકો થયો છે. આ સાથે શાકભાજીની માર્કેટમાં પણ 10 રૂપિયા નો ઘટાડો થયો છે.

સૌરાષ્ટમાં ડુંગળીના વેપારો અઢી લાખથી પણ વધારે થાય છે. બે દિવસથી બંગાળ અને રાજસ્થાન માં નવા માલની આવકો વધી છે. આ વખતે ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું અને ઉત્પાદન પણ ખૂબ જ સારું છે એટલે હવે ખેડૂતોએ તેજી ભૂલવી જ પડશે

વેપારીઓ કહે છે કે નવી ડુંગળીની આવકો વધી જવાથી બજારમાં સરેરાશ નરમાઇ જોવા મળી છે. ખેડૂતો હવે જેવી ડુંગળી કાઢે એટલે તરત જ વેંચી દેવી જોઈએ. નહિતર હજી ભાવ તૂટે તેવી સંભાવના છે. બુધવારે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મણે 300 થી 705 સુધી બોલાયો હતો. એકાએક ભાવ નીચે પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મહુવા માર્કેટ યાર્ડમાં તા.૨૭/૦૨/૨૦૨૧ ના રોજ લાલ ડુંગળીની આવક ૬૫ હજાર ગુણી રહી હતી અને તેનો ભાવ 150 થી 522 તેમજ સફેદ ડુંગળીની આવક ૯૧ હજાર ગુણી રહી હતી અને તેનો ભાવ 160 થી 280 રહ્યો હતો.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ માહિતી: (1) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદાની આવક તા.૦૧/૦૩/ર૧ સોમવાર સાંજના ૬/૦૦ થી મંગળવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો.

(2) લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ કમીશન એજન્ટભાઈઓને જાહેર જાણ: મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા.૨/૩/ર ૧ મંગળવાર સાંજના ૬/૦૦ થી બુધવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. કાંદા ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી. જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી. - ( વિ.પી.પાંચાણી ) સેક્રેટરી

ખાસ નોંધ: સફેદ ડુંગળીની સાથે જો લાલ ડુંગળી લાવશે તો કોઈપણ સંજોગોમાં ઉતારવા દેવામાં આવશે નહી, તેમજ ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી. જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી .

હવે જાણી લઈએ ( ૨૬/૦૨/૨૦૨૧,શુક્રવાર ) ના ડુંગળીના ભાવો: 

ડીસા :- નીચો ભાવ 400 થી ઉંચો ભાવ 660
વિસાવદર :- નીચો ભાવ 175 થી ઉંચો ભાવ 341
મહુવા :- નીચો ભાવ 126 થી ઉંચો ભાવ 524
જેતપુર :- નીચો ભાવ 206 થી ઉંચો ભાવ 443
ગોંડલ :- નીચો ભાવ 131 થી ઉંચો ભાવ 501
સુરત :- નીચો ભાવ 300 થી ઉંચો ભાવ 700
ભાવનગર :- નીચો ભાવ 305 થી ઉંચો ભાવ 471
મોરબી :- નીચો ભાવ 200 થી ઉંચો ભાવ 500

સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ છે.

મહુવા :- નીચો ભાવ 160 થી ઉંચો ભાવ 271
ગોંડલ :- નીચો ભાવ 131 થી ઉંચો ભાવ 221

આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો જાણી શકે તે માટે વધારે શેર કરો.