ડુંગળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. લાલનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. ગયા અઠવાડીયાની તુલનાએ લાલ ડુંગળીના ભાવમાં મણે રૂ. ૫૦ થી ૧૦૦ ઘટાડો થઇ ગયો છે. આગામી દિવસોમાં લાલ ડુંગળીના ભાવ હજી પણ થોડા ઘટે તેવી શક્યતાઓ છે, પરંતુ સફેદમાં હવે બહુ ઘટાડો થાય તેવી શક્યતાઓ ઓછી રહેલી છે.
ગોંડલમાં ડુંગળીની આવકો મંગળવારે રાત્રે કરવાનાં હતા અને આજે કોઈ હરાજી થઈ નહોંતી, જ્યારે સફેદમાં ૨૭ હજાર ગુણીના વેપાર હતા અને ભાવ રૂ. ૭૦ થી ૧૬૦ ની વચ્ચે બોલાયા હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૩૯ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ .૮૫ થી ૩૨૫ અને સફેદમાં ૮૨ હજાર ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૧૨૧ થી ૨૫૦ નાં જોવા મળ્યાં હતાં. રાજકોટમાં ૬૦ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૮૦ થી ૨૮૦ બોલાયા હતા. ડુંગળીના વેપારીઓ કહે છે કે સરેરાશ ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ સફેદમાં નહીં ઘટે અને હાલ રૂ. ૧૫૦ આસપાસના ભાવમાં ડિ-હાઈડ્રેશન કારખાનાનાં વેપારીઓ ખરીદી કરી રહ્યાં છે, જેને લીધે ટેકો મળી રહ્યો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :- આથી મહુવા માર્કેટ યાર્ડમાં લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, આજરોજ તા. ૧૦/૦૩/૨૧ બુધવાર બપોરના ૧૨/00 કલાકથી લાલ કાંદાની આવક બંધ કરેલ છે. ત્યારબાદ તા.૧૪/૦૩/૨૧ રવિવાર સવારનાં ૯/૦૦ થી રાત્રીનાં ૯/૦૦ સુધી લાલ કાંદાને પ્રવેશ આપવામાં આવશે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી .
તા. ૦૯/૦૩/૨૦૨૧ ને મંગળવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાલીતાણામાં રૂ. ૫૨૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૫૦ બોલાયો હતો.
તા. ૦૯/૦૩/૨૦૨૧ને મંગળવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 80 ઉંચો ભાવ 280
મહુવા :- નીચો ભાવ 85 ઉંચો ભાવ 324
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 312
વિસાવદર :- નીચો ભાવ 94 ઉંચો ભાવ 196
જેતપુર :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 246
અમરેલી :- નીચો ભાવ 180 ઉંચો ભાવ 230
પાલીતાણા :- નીચો ભાવ 280 ઉંચો ભાવ 520
અમદાવાદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 340
જસદણ :- નીચો ભાવ 232 ઉંચો ભાવ 233
મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 250
સુરત :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 480
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 340
વડોદરા :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 400
તા. ૦૯/૦૩/૨૦૨૧ને મંગળવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 250
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 187
ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 161
તા. ૧૦/૦૩/૨૦૨૧ને બુધવાર (આજ)ના મહુવા માર્કેટ યાર્ડના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
લાલ ડુંગળી :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 280
સફેદ ડુંગળી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 291