Top Stories
khissu

સસ્તી મિલકત ખરીદવાની તક! બેંક ઓફ બરોડા કરી રહી છે મેગા ઈ-ઓક્શન, જાણો તમે કેવી રીતે ભાગ લઈ શકશો

બેંક ઓફ બરોડા પ્રોપર્ટીની સસ્તામાં હરાજી કરવા જઈ રહી છે, આ હરાજી 24 માર્ચ 2022ના રોજ થશે. જો તમે પણ સસ્તામાં પ્રોપર્ટી ખરીદવા માંગો છો, તો તમે બેંક ઓફ બરોડાની આ ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે બેંકો ઘણીવાર આવી ઈ-ઓક્શનની તારીખ જારી કરે છે. જેમાં બેંક લોન ન ભરનાર ગ્રાહકની મિલકત વેચીને પૈસા વસૂલ કરે છે. આવો જાણીએ બેંક ઓફ બરોડાની ઈ-ઓક્શન વિશે..

ટ્વીટ કરીને આપવામાં આવી ઈ-ઓક્શન વિશે માહિતી - બેંક ઓફ બરોડાએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને મેગા ઈ-ઓક્શન વિશે માહિતી આપી છે. આ ઈ-ઓક્શન દ્વારા કોઈપણ ગ્રાહક પોસાય તેવી કિંમતે પ્રોપર્ટી ખરીદી શકે છે.

મેગા ઈ-ઓક્શનમાં કેવી રીતે ભાગ લેવો - બેંક ઓફ બરોડા ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમારે eBkray પોર્ટલની મુલાકાત લેવી પડશે. તમને જણાવી દઈએ કે દેશની તમામ સરકારી અને ખાનગી બેંકો આ પોર્ટલ પર ગીરો મુકેલી પ્રોપર્ટીની હરાજી કરે છે. આ પોર્ટલ પર ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે, ગ્રાહક રજીસ્ટ્રેશન અને લોગિન વગર સીધો પોર્ટલ એક્સેસ કરી શકે છે. આ ઉપરાંત, પોર્ટલ પર બેંક, રાજ્ય અને જિલ્લાને પસંદ કરીને, તમે બિડિંગ દ્વારા ઇ-ઓક્શનમાં તમારી પસંદગીની મિલકત ખરીદી શકો છો.

IBAPI પોર્ટલ વિશે જાણો - દેશની તમામ બેંકોએ મિલકતના વેચાણ માટે એક સામાન્ય પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેને IBAPI પોર્ટલ કહેવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ગ્રાહકો જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કરવામાં આવતી ઈ-ઓક્શનમાં ભાગ લે છે.