પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો આ તારીખ સુધીમાં તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો પાન કાર્ડ બંધ થઈ જશે. આ વખતે સરકારે સ્પષ્ટ સૂચના આપી છે. CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આ સંદર્ભમાં સૂચનાઓ જારી કરી છે. હવે સીબીડીટીની સૂચનાઓને અનુસરીને, સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ આને લગતી સૂચનાઓ બહાર પાડી છે.
જેમ કે તમે પહેલેથી જ જાણો છો કે વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેની જેમ આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટમાં સમાવિષ્ટ છે. જેની જરૂર ઘણી વાર પડતી હોય છે. કોઈપણ પ્રકારના મોટા નાણાકીય ટ્રાન્જેક્શન માં તમારે પાન નંબરની જરૂર પડે છે. બેંકમાંથી લોન લેવી હોય, કોઈને મોટી રકમ ટ્રાન્સફર કરવી હોય, બિઝનેસને લગતા ટ્રાન્જેક્શન કરવા હોય કે ઇન્કમ ટેક્સ સંબંધિત કોઈ પણ કામ કરવું હોય, પાન કાર્ડ વગર શક્ય નથી. આવી સ્થિતિમાં, જો તમારું પાન કાર્ડ જ બંધ છે, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સરકારે લાંબા સમય પહેલા પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. તેની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. અગાઉ, PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે હવે ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે. સરકારે આપેલી માહિતી અનુસાર, લોકોને છેલ્લી તારીખ સુધીમાં આધાર લિંક કરવામાં મુશ્કેલી પડી શકે છે અને તેના પાન કાર્ડને પણ ઈનએક્ટિવ થઈ શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.