પરેશ ભાઈ એ કહ્યું એટલે પાકું, 27,28,29 તારીખે અતિ ભારે વરસાદ આગાહી, જાણો જિલ્લા મુજબ કેટલા ઇંચ વરસાદ?

પરેશ ભાઈ એ કહ્યું એટલે પાકું, 27,28,29 તારીખે અતિ ભારે વરસાદ આગાહી, જાણો જિલ્લા મુજબ કેટલા ઇંચ વરસાદ?

આવનાર ત્રણ થી ચાર દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ થવાની શક્યતા છે એટલે કે 10 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્ય પ્રદેશ સર્ક્યુલેશન એ હતું પશ્ચિમ તરફ ખસ્યું છે અને ગુજરાત ઉપર થી પસાર થઈ રહ્યું છે. આ સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગો થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.

જેમને કારણે આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે 27 28 અને 29 જૂનમાં રોજ ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સર્ક્યુલેશનનો ટ્રફ મોટો છે એ અરબી સમુદ્ર સુધી લંબાયેલો છે અને એમાં વધુ ભેજ છે એટલે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની આગાહી છે. આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં 5 થી લઈને 7 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. અને એક બે સેન્ટરમાં સાત ઈંચ થી વધારે વરસાદ પડી શકે છે. એવી જ રીતે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટના છે દક્ષિણ ભાગો છે એમાં પણ 7-8 ઇંચ તો એકાદ બે ભાગ માં 8 થી વધુ અને 10 ઇંચ અથવા 10 ઇંચ થી વધુ વરસાદ પડી શકે એવું એક અનુમાન છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે, ત્યાં પણ મધ્યમ અને ભારે વરસાદ જોવા મળશે.

કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે પરંતુ હવે આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લામાં તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, કચ્છને ધમરોલી નાખશે. જેમાં સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની તીવ્રતા જોવા મળશે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી ચાર પાંચ દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી ત્યાં ભારે વરસાદ જોવા મળશે.

ખાસ કરીને જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર જેવા વિસ્તારો માં પણ 2 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તેવી આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ બે થી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડે એવું એક અનુમાન છે. આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક છે અને આવનારી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે.

આ સાયકલોનિક સિસ્ટમ 29 તારીખે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને અરબી સમુદ્રમાં જતી રહેશે તેમને કારણે 29 તારીખ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેમ છતાં પણ 30 તારીખે વરસાદી ઝાપટા યથાવત રહેશે. પરંતુ આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, રેડ એલર્ટ જેવા વરસાદની સંભાવના છે.