બજારમાં મગફળીની આવક જોઈએ એટલી હજુ આવતી નથી, પંરતુ બિયારણ ક્વોલિટીમાં રૂ. 1350 ઉપરનાં ભાવ દેખાતા અમુક માલ બજારમાં આવ્યો હતો. ખોળની બજારો સારી હોવાથી મગફળીની બજારને ટેકો મળવો જોઈએ, પંરતુ હજુ પરિસ્થિતિ માં સુધારો થયો નથી.
રાજકોટમાં મગફળીની 7 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે-37 માં રૂ. 1050 થી 2110, 24 નંબર, રોહીણી, મઠડીમાં રૂ. 1050 થી 1220, 39 નંબર બોલ્ડમાં રૂ. 1000 થી 1210, જી-20 માં રૂ. 1150 થી 1330, 66 નંબરમાં રૂ. 950 થી 1160 અને 99 નંબરમાં રૂ. 1230 થી 1275 નાં ભાવ જોવા મળ્યા હતાં.
ગોંડલમાં મગફળીની 15 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ જી-20 નાં ભાવ રૂ. 1150 થી 1325, રોહીણી-24 નંબરમાં રૂ. 1100 થી 1250 અને 37 નંબરમાં રૂ. 1000 થી 1200 નાં ભાવ હતાં.
જામગરનાં આજે 1200 ગુણીની આવક થઈ હતી અને ભાવ જીણીમાં રૂ. 1000 થી 1250 અને જાડીમાં રૂ. 1055 થી 1400 સુધીનાં ભાવ હતાં.
આજના (તા. ૦૮/૦૪/૨૦૨૧,ગુરુવારના) મગફળીના બજાર ભાવની વાત કરીએ તો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. ૧૪૦૦ બોલાયો હતો અને અમરેલી, વિસાવદર, ગોંડલ, જામજોધપુર વગેરે માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 1300+ બોલાયો હતો.
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.
આજના જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
અમરેલી | 800 | 1325 |
સાવરકુંડલા | 900 | 1281 |
જેતપુર | 830 | 1261 |
પોરબંદર | 980 | 1230 |
વિસાવદર | 954 | 1302 |
મહુવા | 1175 | 1289 |
ગોંડલ | 825 | 1356 |
કાલાવડ | 635 | 1250 |
જુનાગઢ | 900 | 1256 |
જામજોધપુર | 900 | 1330 |
ભાવનગર | 1252 | 1287 |
માણાવદર | 1340 | 1345 |
તળાજા | 1100 | 1303 |
જામનગર | 1050 | 1400 |
ભેસાણ | 950 | 1250 |
દાહોદ | 900 | 1100 |
આજના ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 940 | 1230 |
અમરેલી | 1091 | 1092 |
કોડીનાર | 940 | 1289 |
જસદણ | 1040 | 1289 |
મહુવા | 1131 | 1362 |
ગોંડલ | 920 | 1351 |
કાલાવડ | 780 | 1267 |
જામજોધપુર | 950 | 1281 |
ઉપલેટા | 1050 | 1234 |
વાંકાનેર | 1000 | 1300 |
જેતપુર | 850 | 1201 |
તળાજા | 1064 | 1251 |
ભાવનગર | 925 | 1211 |
જામનગર | 1000 | 1250 |
બાબરા | 1045 | 1155 |
બોટાદ | 970 | 971 |
ખંભાળિયા | 850 | 1222 |
પાલીતાણા | 1100 | 1200 |
લાલપુર | 905 | 1150 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.