ગોંડલમાં મગફળીનાં વેપાર ૧૩ થી ૧૪ હજાર ગુણીનાં થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૧૦૦થી ૧૩૦૦, રોહીણીમાં રૂ.૧૧૦૦થી ૧૧૫૦ અને જી-૩૭ માં રૂ.૧૧૦૦ થી ૧૧૨૫નાં ભાવ હતાં. જીણીમાં નીચામાં રૂ.૮૦૦ સુધીનાં ભાવ પણ બોલાયાં હતાં, જ્યારે જાડીમાં રૂ.૭૮૦ સુધીનાં ભાવ હતાં.
ગઈકાલના ભાવોની વાત કરીએ તો રાજકોટમાં ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૦૫૦ થી ૧૧૯૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૧૯નાં ભાવ હતાં. ૩૯ નં.બોલ્ડમાં રૂ.૧૦૦૦થી ૧૧૮૦, જી-૨૦માં રૂ.૧૧૩૦ થી ૧૨૮૫, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૬૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૯૦ થી ૧૧૬૦નાં ભાવ હતાં.
જામનગરમાં ૧૧૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૭૫ થી ૧૨૫૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦ થી ૧૦૫૫, ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૧૦૦ અને રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૨૦નાં ભાવ હતાં.
મહુવામાં ૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ મગડીમાં રૂ.૧૧૫૦ થી ૧૨૪૦ અને જી-૨૦માં રૂ.૧૧૧૮ થી ૧૨૩૨નાં ભાવ હતાં.
ગઈકાલ ના બજાર ભાવો મગફળીનાં નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1285
અમરેલી :- નીચો ભાવ 935 ઉંચો ભાવ 1247
સાવરકુંડલા :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1250
જેતપુર :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1301
પોરબંદર :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1175
વિસાવદર :- નીચો ભાવ 853 ઉંચો ભાવ 1161
મહુવા :- નીચો ભાવ 1076 ઉંચો ભાવ 1323
ગોંડલ :- નીચો ભાવ 780 ઉંચો ભાવ 1301
જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1255
જામજોધપુર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1240
ભાવનગર :- નીચો ભાવ 1202 ઉંચો ભાવ 1223
માણાવદર :- નીચો ભાવ 1300 ઉંચો ભાવ 1301
તળાજા :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1225
હળવદ :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1205
જામનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1200
ભેસાણ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1078
દાહોદ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100
મગફળીનાં ભાવની બજાર ધીમે ધીમે આગળ વધી. એક તો સીંગતેલ નો ટેકો અને બીજો ચાઇનાની માંગ બંનેનો ટેકો હોવાથી આગળ ધપી રહી છે. જો કોરોના મહામારી બજારોને નહિ લાગે તો મગફળીનાં ભાવ સુધરવાના સો ટકા ચાન્સ દેખાય રહ્યા છે.