મગફળીનાં ભાવમાં આજે ઉછાળો: જાણો આજની 20+ માર્કેટિંગ યાર્ડના ભાવો

મગફળીનાં ભાવમાં આજે ઉછાળો: જાણો આજની 20+ માર્કેટિંગ યાર્ડના ભાવો

મગફળીમાં માર્કેટ યાર્ડો ખુલ્યા બાદ પણ ખરીદી એકદમ ઓછી જોવા મળી રહી છે, જેથી સરેરાશ સીંગદાણામાં પણ સુધારો જોવા મળ્યો હતો. મગફળીનાં ભાવ ગઇકાલે મણે રૂ. 10 થી 15 સુધર્યાં હતાં. જોકે ખેડૂતોની લે વેચ ઓછી હોવાથી બજારમાં સુધારો આવી શકે છે, વળી પિલાણમાં જ વધારે માલ આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. નાફેડની મગફળીની ખરીદી ઓછી છે, પરિણામે સરેરાશ બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે.

રાજકોટમાં ગઇકાલે મગફળીની 8 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે -37 માં રૂ. 1050 થી 1170, મઠડીમાં રૂ. 1050 થી 1220, 39 નંબર બોલ્ડમાં રૂ. 1000 થી 1220, જી-20માં રૂ .1150 થી 1330, 66 નંબરમાં રૂ. 950 થી 1180 અને 99 નંબરમાં રૂ. 1200 થી 1240 નાં ભાવ હતાં જે સરેરાશ ભાવ કરતા મણે રૂ. 10 થી 18 વધુ હતાં. 

ગોંડલમાં ગઇકાલે મગફળીની માત્ર 15 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ જી-20નાં ભાવ રૂ. 1150 થી 1350, રોહીણી-24 નંબરમાં રૂ.1100 થી 1200 અને 39 નંબરમાં રૂ.1000 થી 1150 નાં ભાવ હતાં. જામનગર યાર્ડમાં ગઇકાલે હરાજી બંધ હતી. યાર્ડનાં ડાયરેક્ટરનું નિધન થયું હોવાથી એક દિવસ કામકાજ બંધ હતું.

મગફળીની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ મજબૂત રહેશે. ઉનાળુ પાકોની સ્થિતિ સારી છે અને આગામી દિવસોમાં ઉતારા કેવા રહ્યા એ પણ અહેવાલ આવી જશે. નવી આવકને હજી એક મહિનાની વાર છે.

આજના મગફળીનાં ભાવોની વાત કરીએ તો ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1376 બોલાયો હતો અને જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1356 બોલાયો હતો.
હવે જાણી લઈએ આજ (06/04/2021 મંગળવાર) ના જુદી જુદી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવો

ઝીણી મગફળીનાં ભાવ નીચે મુજબ રહ્યા હતા
રાજકોટ :- નીચો ભાવ 1033 ઉંચો ભાવ 1319
અમરેલી :- નીચો ભાવ 936 ઉંચો ભાવ 1080
કોડીનાર :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1301
જસદણ :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1305
મહુવા :- નીચો ભાવ 1093 ઉંચો ભાવ 1280
ગોંડલ :- નીચો ભાવ 930 ઉંચો ભાવ 1376
કાલાવડ :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1250
જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1190
જામજોધપુર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1268
ઉપલેટા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
ધોરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1276
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1220
જેતપુર :- નીચો ભાવ 871 ઉંચો ભાવ 1211
તળાજા :- નીચો ભાવ 1083 ઉંચો ભાવ 1250
મોરબી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1196
બાબરા :- નીચો ભાવ 1038 ઉંચો ભાવ 1182
બોટાદ :- નીચો ભાવ 985 ઉંચો ભાવ 986
ખંભાળિયા :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1200
લાલપુર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
ધ્રોલ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1220

જાડી મગફળીનાં ભાવ આજે નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 1010 ઉંચો ભાવ 1320
અમરેલી :- નીચો ભાવ 921 ઉંચો ભાવ 1261
સાવરકુંડલા :- નીચો ભાવ 895 ઉંચો ભાવ 1268
જેતપુર :- નીચો ભાવ 855 ઉંચો ભાવ 1301
પોરબંદર :- નીચો ભાવ 995 ઉંચો ભાવ 1200
વિસાવદર :- નીચો ભાવ 874 ઉંચો ભાવ 1258
મહુવા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1346
ગોંડલ :- નીચો ભાવ 840 ઉંચો ભાવ 1356
કાલાવડ :- નીચો ભાવ 930 ઉંચો ભાવ 1236
જુનાગઢ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1274
જામજોધપુર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1280
માણાવદર :- નીચો ભાવ 1305 ઉંચો ભાવ 1310
તળાજા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300
ભેસાણ :- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1156
દાહોદ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1000

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.